નાથદ્વારા સોસાયટી પાસેનાં ગાર્ડનની કામગીરી ઝડપી પૂર્ણ કરો : નાયબ કમિશનર ગુરવાની
રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાનીએ આજે તા.01-08-2025ના રોજ વોર્ડ નં.03માં વિવિધ વિસ્તારો અને રેસકોર્ષના ગાર્ડનની મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર એ રેલનગરના વિવિધ ગાર્ડન અને રેસકોર્ષના મહિલા ગાર્ડનની મહીતી મેળવી સમીક્ષા કરી હતી. નાયબ મ્યુનિસિપલ કમિશનરે વોર્ડ નંબર-3, રેલનગર રોડ, નાથદ્વારા સોસાયટી પાસેનો ડેવલપ કરાતો ગાર્ડન (2) વોર્ડ નંબર-3, રેલનગર રોડ, હમીરસિંહજી ચોક પાસેનો ડેવલપ કરાતો ફીઝીકલ ફીટનેશ ઝોન તથા ચિલ્ડ્રન પાર્ક (3) વોર્ડ નંબર-3, રેસકોર્ષ ખાતે કલ્પના ચાવલા (મહિલા ગાર્ડન), ચિલ્ડ્રન પાર્ક, એનર્જી પાર્ક તથા પેવેલીયન પાસેના ગાર્ડન મુલાકાત લીધી હતી.
વોર્ડ નંબર-3, રેલનગર રોડ, નાથદ્વારા સોસાયટી પાસે ડેવલપ કરાતા ગાર્ડનની મુલાકાત લઈ બાંધકામ શાખાને લગત કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ તેમજ વોર્ડ નંબર-3, રેલનગર રોડ, હમીરસિંહજી ચોક પાસેનો ડેવલપ કરાતો ફીઝીકલ ફીટનેશ ઝોન તથા ચિલ્ડ્રન પાર્કમાં સાધનો કાર્યરત થાય તે મુજબ સુચના આપવામાં આવેલ તથા તેની આજુબાજુની સફાઈ સો.વે.મે. વિભાગ સાથે લાયેઝન કરી સત્વરે કરવા સુચના આપવામાં આવી વોર્ડ નંબર-3, રેસકોર્ષ ખાતે ચિલ્ડ્રન પાર્ક તથા એનર્જી પાર્કને રીનોવેશન/અપગ્રેડ કરવા માટે આયોજન હાથ ધરવા સુચના આપવામાં આવેલ વોર્ડ નંબર-3, પેવેલીયન પાસેના ગાર્ડનમાં ફાઉન્ટેન તથા ટોયલેટ બ્લોકની કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી.નાયબ મ્યુનિસિપલ કમિશનર ની મુલાકાત દરમ્યાન તેમની સાથે ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ તેમજ સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા.