ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાણપુર ગામે છ મહિલા સહિત 12 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ

12:34 PM Sep 11, 2024 IST | Bhumika
Advertisement

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં 12 જેટલા લોકોએ જમીન પચાવી પાડી ગેરકાયદે કબજો જમાવ્યો હતો. જેથી જમીનના મૂળ માલીક જમીન પર ખેતીકામ માટે ગયેલ તે દરમિયાન ગેરકાયદે જમીન પર કબ્જો જમાવનાર લોકોએ જમીનના માલીકને બિભત્સ શબ્દો બોલીને મારી નાખવાની ધમકી આપતા, જમીનનાં માલીકે 6 મહિલાઓ સહિત 12 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા રાણપુર પોલીસે તમામ વિરૂૂધ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના રાણપુરના વતની અને હાલ મહારાષ્ટ્રના પુના રહેતા શૈલેશ દિનુભાઈ ત્રિવેદીએ રાણપુર પોલીસમાં જીવણ નરશીભાઈ મેઘાણી, તખુબેન લાલજીભાઈ મેઘાણી, પાર્વતીબેન લાલજીભાઈ મેઘાણી, પ્રભાબેન લાલજીભાઈ મેઘાણી, ગીતાબેન લાલજીભાઈ મેધાણી, ગીરીશ લાલજીભાઈ મેઘાણી, કલ્પેશ લાલજીભાઈ મેઘાણી, મગન જીવણભાઈ મેઘાણી, ધનજી જીવણભાઈ મેઘાણી, રાજેશ જીવણભાઈ મેઘાણી, હંસાબન જીવણભાઈ મેઘાણી, ચંદ્રીકાબેન જીવણભાઈ મેઘાણી વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી રાણપુર પોલીસે તમામ 12 લોકો વિરૂૂધ્ધ જમીન પચાવી પાડવાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

Tags :
gujaratgujarat newsLand Grabbing ActRanpur village
Advertisement
Next Article
Advertisement