For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિંછિયા પંથકમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને વિજીલન્સ સ્કવોડની ટીમ દ્વારા કનડગતની ફરિયાદ

12:01 PM Mar 23, 2024 IST | Bhumika
વિંછિયા પંથકમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને વિજીલન્સ સ્કવોડની ટીમ દ્વારા કનડગતની ફરિયાદ
  • જો વિજીલન્સ સ્કવોર્ડની ટીમ સામે કડક પગલા ન લેવાય તો હાઈકોર્ટમાં જવાની વાલીમંડળની ચીમકી

Advertisement

વિંછીયા પંથકમાં બોર્ડની પરીક્ષામાં વિઝીલન્સ સ્કવોર્ડ દ્વારા પરીક્ષા આપતા છાત્રોને માનસીક રીતે હેરાન કરવા સાથે પરીક્ષા કેન્દ્રની લોબીમાં પાન-માવા(મસાલો) ખાઈને મોબાઈલમાં વિડીયો નિહાળતા હોવાનો આક્ષેપ વાલી મંડળે કરી શિક્ષાત્મક રાહે પગલા લેવા માંગણી ઉઠાવી છે. જેમાં વાલી મંડળના પ્રમુખ જગદીશભાઈ દિયાળભાઈ માથોળીયાએ જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ બોર્ડના ચેરમેનને પાઠવેલ પત્રમાં વિઝીલન્સ સ્કવોર્ડ ટીમ નં.35 નાં 4 અધિકારીઓએ વિંછીયા તાલુકાને ટાર્ગેટ કરી પરીક્ષા સમયે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને માનસીક ત્રાસ આપી એક વિદ્યાર્થીને ગભરામણ ઉલ્ટી-ઉબકા કરાવી પોતે કેન્દ્રની લોબીમાં મસાલા ખાઈ મોબાઈલમાં વિડીયો નિહાળી સુપરવાઈઝરો સાથે પણ અયોગ્ય વર્તન કરેલ હોય તેની વિરૂૂદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા માંગણી કરી છે. વાલી મંડળના પ્રમુખ જગદીશભાઈ દિયાળભાઈ માથોળીયાએ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સહિતને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકાની શ્રી ઉમિયા વિદ્યામંદિરમાં ધોરણ 10 અને 12 ના પરીક્ષા કેન્દ્ર છેલ્લા 10 વર્ષથી ચાલે છે. તેમાં આજદિન સુધી એકપણ કોપી કેસ કે અન્ય બનાવ બનેલ નથી. તેમ છતાં વિંછીયા તાલુકામાં ખેડૂત, માલધારી, મજૂર અને અન્ય પછાત વર્ગના બાળકો બોર્ડની પરીક્ષાઓ આપતા હોય છે. તે સમયે ગુજરાત બોર્ડની વિઝિલન્સ સ્કવોડ દ્વારા વિંછીયા તાલુકાને ટાર્ગેટ કરીને બોર્ડની પરીક્ષા સમયે માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરેલ છે અને એકપણ પરીક્ષાર્થી પાસે કોઈપણ પ્રકારનું વાંધા જનક સાહિત્ય પકડાયેલ નથી. તેમ છતાં વારંવાર શા માટે પરીક્ષાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવે છે?. તા.19/03/2024 ના રોજ વિઝિલન્સ સ્કવોડના ડી.બી.પંડયા ચાલુ પરિક્ષાએ ગુજરાત સરકારનો પ્રતિબંધ હોવા છતાં લોબીમાં મસાલો(માવો) ખાતા પકડાયેલ છે.

તા.20/03/2024 ના સવારે વિઝિલન્સ સ્કવોડ ટીમ નંબર-35 ના ભાવસુખભાઈ જોષી, હરિકૃષણભાઈ ધાંધલા, કલ્પેશભાઈ પંડયા અને વિજયભાઈ મકવાણા વારંવાર બ્લોકમાં જવાના કારણે અને લોબીમાં બ્લોકની બારી પાસે સતત અવરજવર કરતા હોવાના કારણે નં-11ના પરીક્ષાર્થી લેલા દશરથભાઈ ધનજીભાઈ (ભરવાડ)ને ગભરામણ થવાના કારણે ચક્કર આવતા અને ઊલ્ટી થતાં સ્થળ સંચાલકે આર.બી.એસ. ની ટીમને જાણ કરતાં તાત્કાલિક ડોકટરે આવીને પરિક્ષાર્થીની તપાસ કરતાં વધારે તકલીફ હોવાના કારણે 108 દ્વારા વિંછીયા સરકારી હોસ્પિટલમાં રિફર કરેલ અને સારવાર આપ્યા બાદ તબિયતમાં સુધારો જણાતા પેપર અધૂરું હોવાના કારણે ચાલુ બાટલે પરિક્ષાર્થીને પરીક્ષા સ્થળે લાવીને પેપર લખવાનું ચાલુ કરાવેલ. જ્યારે તા.20/03/2024 ના સવારે વિઝિલન્સ સ્કવોડ ટીમ નંબર-35 ના ભાવસુખભાઈ જોષી, હરિકૃષણભાઈ ધંધાલા, કલ્પેશભાઈ પંડયા અને વિજયભાઈ મકવાણા દ્વારા વારંવાર કલાસ રૂૂમમાં જતાં અને પરિક્ષાર્થીના રૂૂમથી 5 ફૂટ દૂર લોબીમાં 3 સ્કવોડના સભ્યો ભેગા મળીને ખીખીયારી કરતાં અને લોબીમાં મોબાઈલમાં વિડીયો જોતાં અને વારંવાર મોબાઈલમાં વાતો કરતાં અને એક જ બ્લોકની સામે બેસી રહેલ સ્કોડના સભ્યએ મહિલા સુપરવાઈઝરે કહેલ કે વિદ્યાર્થીઓને ગભરામણ થાય છે તેમ કહેતા સ્કવોડના સભ્યએ મહિલા સુપરવાઈઝરની હાંસી ઉડાવી અયોગ્ય વર્તન કરેલ છે. પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા સમયનું તમામ સીસીટીવી ફૂટેઝ બે કોપીમાં બોર્ડને આપવામાં આવે છે અને વિઝિલન્સના સભ્યો પણ સીસીટીવી સામે બેસીને પણ બ્લોકની દેખરેખ રાખી શકે છે. જેથી ઉપરોક્ત બાબતે વિઝિલન્સ સ્કવોડ દ્વારા દાણચોરીનો માલ પકડવા આવેલ હોય તેવું વર્તન પરીક્ષાર્થી સાથે કરવામાં આવેલ. તે વિઝિલન્સ સ્કવોડ ટીમ નંબર-35 ના ભવસુખભાઈ જોષી, હરિકૃષ્ણભાઈ ધાંધલા, કલ્પેશભાઈ પંડયા અને વિજયભાઈ મકવાણા અને મસાલો ખાતાં ડી.બી.પંડયા વિરુધ્ધ તાત્કાલિક તપાસ કરીને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે. જો પગલા ભરવામાં નહીં આવે તો જવાબદાર અધિકારી સામે વાલીમંડળ પરીક્ષાર્થીઓના હિત માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવશે જેની નોંધ લેવી તેમ અંતમાં રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement