For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડી.એચ.કોલેજમાં બિલ્ડરને તેના જ ભાગીદારોએ ધમકી આપતા ફરિયાદ

04:50 PM Dec 26, 2023 IST | Bhumika
ડી એચ કોલેજમાં બિલ્ડરને તેના જ ભાગીદારોએ ધમકી આપતા ફરિયાદ

નાનામવા રોડ પર બાલાજી હોલ પાસે ગ્રાન્ડ સિટીમાં રહેતા બિલ્ડર સેહુલભાઈ મનસુખભાઈ પટેલ (ઉં.વ.38) ગઈ તા. 24/11ના ડી. એચ. કોલેજમાં સબ રજિસ્ટ્રાર કચેરી પાસે હતા ત્યારે તેની પેઢીના ભાગીદાર શ્રીધર ઘોડાસરા અને મનોજ કાલરીયાએ અહીંયા શું કામ આવ્યા છો? અહીંથી જતા રહો નહીંતર ટાંટીયા ભાંગી નાખીશ અને તને ઉપર પહોંચાડી દઈશ કહી ધમકી આપ્યાની એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
સેહુલભાઈએ જણાવ્યું કે,તેણે 2017માં ભાગીદારીમાં મોટામવા રૂૂડા રીંગ રોડ પર અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામે ભાગીદારીમાં પેઢી શરૂૂ કરી હતી. જેમાં ભાગીદાર તરીકે રાહુલ કાલરીયા,શ્રીધર જયંતીલાલ ઘોડાસરા,મનોજ નાગજી કાલરીયા, ધવલ મનસુખ હદવાણી હતા.તે બિલ્ડિંગ બનાવવી ફ્લેટ ગ્રાહકોને વેચવાનું કામ કરતા પેઢીના મેનેજીંગ ડાયરેક્ટર તરીકે શ્રીધર ઘોડાસરા અને મનોજ કાલરીયાનાઓને બનાવાયા હતા.તેમજ સી.એ. હાર્દિક કાલરીયા રખાયા હતા.તેને બન્ને આરોપી પેઢીના ફલેટો જાણ બહાર ગ્રાહકોને બારોબાર વેચવા લાગ્યાની શંકા ગઈ હતી.આથી ગઈ તા.24/11ના બન્ને પેઢીના ફ્લેટોના દસ્તાવેજના કોરમ બાબતે ડી. એચ.કોલેજમાં સબ રજીસ્ટ્રાર કચેરીએ ગયા હોવાનું જાણવા મળતા તે તેના કૌટુંબિક મામા ભૌતીકભાઈ પરસાણીયા સાથે ત્યાં ગયા હતા.જ્યાં બન્ને આરોપી કચેરી બહાર ઉભા હોય તેને જોઈ પાસે આવી તું અહીં શું કરવા આવ્યો છો પુછતા તેને તમે આપણી પેઢીના ફ્લેટ વચ્યા પહેલા મને જાણ કેમ નહી કરી ? તમે ફ્લેટ કોને વેચો છો? તે જાણવા આવ્યો છું કહેતા ઉશ્કેરાયેલા બંન્ને આરોપીઓએ ગાળો દઈ તને પેઢીના હિસાબમાંથી એક પણ રૂૂપિયો નહીં મળે અને અહીંયાથી જતો રહેજે,નહીંતર તારા ટાંટીયા ભાંગી નાખીશ અને ઉપર પહોંચાડી દઈશ અને બહુ ડાયો થયો તો તને ઉપર પહોંચાડી દઈશ કરી ધમકી આપી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement