રાજકોટ બસપોર્ટના અધિકારીઓની બેદરકારી વિરૂધ્ધ મુખ્યમંત્રી સુધી થયેલી ફરિયાદ
રાજકોટ બસપોર્ટ માં ચાર-ચાર ટ્રાફિક કંટ્રોલરો હોવા છતાં એક ફરિયાદ બુક આપવામાં પણ ઠાગાઠૈયા કરવામાં આવે છે. મુસાફરોને પડતી હાલાકી ની વ્યથા રજૂ કરવાનો એકમાત્ર સ્ત્રોત ફરિયાદ બુક છે પરંતુ રાજકોટના સિનિયર ડેપો મેનેજર ઘનશ્યામભાઈ હરિભાઈ ચગ દ્વારા ટ્રાફિક કંટ્રોલરોને મૌખિક સૂચના દ્વારા કોઈને ફરિયાદ બુક આપવી નહીં ઓનલાઇન ફરિયાદ કરવાનો હઠાગ્રહ રાખવામાં આવે છે. આ પ્રકારનું વલણ જડ અપનાવવામાં આવ્યું છે. એટલે કે ફરિયાદ બુક આપવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અને રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર આવતા તમામ મુસાફરોનો ફરિયાદ કરવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. ડેપો મેનેજરની બેદરકારી લાપરવાહી અને બે જવાબદારી પૂર્વકના વર્તનના કારણે રાજ્યભરમાં રાજકોટ ડેપો ની છાપ ખરડાઇ છે.
રાજકોટના વિભાગીય નિયામક જે. બી કરોતરાનો તારીખ 10/8/2023 પત્ર ક્રમાંક ડીસીઆર/ટીઆર/ફરી/2321 ના પત્રમાં લોક સંસદ વિચાર મંચને લેખિત જણાવેલ છે કે ટ્રાફિક કંટ્રોલરને સૂચના આપવામાં આવી છે. દરેક મુસાફરોને ફરિયાદ કરવા માટે ફરિયાદ બુક અપાશે અને તેમ છતાં રાજકોટના સિનિયર ડેપો મેનેજર અને રાજકોટ ના ટ્રાફિક કંટ્રોલર આ આદેશનો ઉલાળીયો કરી પોતાની મનમાની અને તાનાશાહી, જોહુકમી અને ઉધ્ધતાઇપૂર્વકનું વર્તન કરતા હોવાને પગલે રાજકોટના વિભાગીય નિયામકને તારીખ 30/04/2025 ના લેખિત ફરિયાદ કરી રાજકોટના સિનિયર ડેપો મેનેજર અને જવાબદાર ટ્રાફિક કંટ્રોલર સામે તત્કાલીન સમયના સીસી ફૂટેજ જોઈ કડક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તે રજૂઆત તુમારશાહીનો ભોગ બનતા જિલ્લા કલેકટર કચેરી ખાતેના દર માસના ચોથા ગુરુવારે કલેકટર કચેરી ખાતે યોજાતા મુખ્યમંત્રી સ્વાગત જુન 2025 ના કાર્યક્રમમાં વિસ્તૃત લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ બુક ન આપવાના મુદ્દે સિનિયર ડેપો મેનેજર અને ટ્રાફિક કંટ્રોલર સામે કડક પગલાં ભરવા ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.