જેતપુરમાં આવાસ યોજનાના સીલ કરેલા કવાટર્સમાં ઘૂસણખોરી કરનાર દંપતી સામે ફરિયાદ
જેતપુરનાં દરેડી ધાર વિસ્તારમા આવાસ યોજના કવાર્ટસમા ધરાહાર ઘુષણખોરી કરી સીલ કરેલા કવાર્ટસનાં તાળા તોડી અંદર રહેતા દંપતી સામે જેતપુર પાલીકાનાં એન્જીનીયરની ફરીયાદને આધારે ગુનો નોંધાયો છે.
જેતપુર પાલીકાનાં એન્જીનીયર ચીરાગ ઘુસાભાઇ ધ્રાંગાની ફરીયાદને આધારે જીજ્ઞેશ કીશોરભાઇ રાદડીયા અને તેની પત્ની અનીતાબેન જીજ્ઞેશભાઇ રાદડીયા સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
જેતપુર નવાગઢ નગર પાલીકા દ્વારા આવાસ યોજનાનાં કવાર્ટસ બનાવાયા હોય જેમા કવાર્ટર નં 1031 કે જે લાભાર્થી કોકીલાબેન મહેન્દ્રભાઇ શુકલને ફાળવવામા આવ્યુ હોય શરત મુજબ એગ્રીમેન્ટમા કવાર્ટસને કોઇને વેચાણ કે ભાડે નહી આપવાની શરત રાખવામા આવી હોય ત્યારે આ કવાર્ટસમા જીજ્ઞેશ રાદડીયા અને તેનાં પત્ની ભાડેથી રહેતા શરત ભંગ બાબતે નગર પાલીકાએ કોકીલાબેનનુ મકાન સીલ કરી દીધુ હતુ અને નોટીસ લગાડી દીધી હોય છતા કવાર્ટસનાં દરવાજા પર લગાડેલ સીલ તોડી નાખી સ્થાનીક સતા મંડળની મિલકતમા ગેરકાયદેસર ઘુષણખોરી કરતા દંપતી વિરુધ્ધ ફરીયાદ નોંધાઇ છે.