જામનગરની ચેતના ડાઈનિંગ હોટેલના કેરીના રસમાંથી વંદો નીકળતા ફરિયાદ
જામનગરમાં આજે એક રેસ્ટોરન્ટ માં ભોજન કરવા ગયેલા ગ્રાહક ને થાળી માં પીરસવામાં આવેલ કેરીના રસ માંથી વાંદો નીકળતાં ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેના ચેકિંગ દરમિયાન આ રેસ્ટોરન્ટમાં હાઇજેનિક કન્ડિશનમાં સુધારો ન થાય ત્યાં સુધી રેસ્ટોરેન્ટ બંધ કરવા સૂચના આપવામાં આવી હતી, તેમજ 10 હજાર નો દંડ પણ વસુલમાં આવ્યો હતો.
જામનગરમાં રહેતા ભીષ્મરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે સાત લોકો આજે લાલ બંગલા વિસ્તારમાં આવેલ હોટલ ધ ગ્રાન્ડ ચેતના ડાઇનિંગ હોલ એન્ડ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. જ્યાં કેરીના રસમાંથી વાંદો જોવા મળ્યો હતો. આથી રેસ્ટોરન્ટ સંચાલક ને અને ત્યાર પછી મહાનગર પાલિકા ની ફૂડ શાખા માં ફરિયાદ કરવામાં આવી હતી.
આથી ફૂડ ઇન્સ્પેક્ટર ડી બી પરમાર અને એન પી જાસોલીયા તપાસ અર્થે દોડી ગયા હતા. અને રેસ્ટોરન્ટના રસોડાની તેમજ ખાદ્ય વાનગીઓ ની ચકાસણી કરી હતી. જેમાં રસોડામાં હાઈજેનિક કન્ડિશનનો અભાવ જોવા મળ્યો હતો. આથી જ્યાં સુધી રસોડા વિભાગ માં હાઇજેનિક કન્ડિશન નો સુધારો કરવામાં આવે ત્યાં સુધી રેસ્ટોરન્ટ બંધ કરવાની સૂચના આપી હતી. તેમજ ન્યુસન્સ અંગે રૂૂ. 10 હજાર ના દંડ ની વસૂલાત પણ કરવામાં આવી હતી.