રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કચ્છના ઝારાના શહીદોની મજાક બદલ ગાયિકા ઇશાની દવે સામે ફરિયાદ

05:24 PM Mar 19, 2024 IST | Bhumika
Advertisement

જાણીતી ગાયક ઇશાની દવેને વીડિયોથી બાદ લોકોએ ટ્રોલ કરી છે. ઈશાની દવેએ એક વીડિયોમાં શહીદોની મજાક કરતા પોલીસ ફરિયાદ માટે અરજી કરાઈ છે. ઈશાની દવેએ કચ્છના ઝારાનાં શહીદોની મજાક કર્યાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે શહીદોના અપમાન કરવા બદલ નખત્રાણા પોલીસ મથકમાં લેખિત અરજી કરાઈ છે. જ્યાં હજારોના લોહી રેડાયા તે ઝારાની યુદ્ધ ભૂમિને કપડાના બ્રાન્ડ સાથે ઈશાની દવેએ સરખાવી.

Advertisement

ઇશાની દવે દ્વારા અપલોડ કરાયેલા વીડિયોમાં ઝારાના વીર યોદ્ધાને અપમાનિત કરતી ભાષાનો ઉપયોગ કરાયો છે. સાથે જ કચ્છના હસ્તકળા કારીગરો માટે પણ અભદ્ર ભાષાનો ઉપયોગનો આક્ષેપ કરાયો છે. જેમાં સિંધના 40,000 અને કચ્છના 30,000 સૈનિકો ખપી ગયા તે ઐતિહાસિક ઝારાના યુદ્ધને યાદ કરીને કચ્છના લોકોનું શીશ આજે પણ શહીદોના માનમાં નમી જાય છે. વિડીયોમાં ઇશાની ઝારા ગામના બોર્ડ પાસે ઊભીને આ ગામને હસી મજાકમાં કપડાની બ્રાન્ડના મૂળીયા અહીંયા નખાયેલા છે તેવુ લખવા સાથે કહી રહી છે. જગદીશ પરષોત્તમ દવે એ નખત્રાણા પોલીસ મથકે લેખિત અરજી કરી ઇશાની દવે સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement