For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણના ખેડૂતને વ્યાજના ચક્રમાં ફસાવનાર કાકાજી સસરા સહિત સાત સામે ફરિયાદ

11:53 AM Sep 07, 2024 IST | Bhumika
જસદણના ખેડૂતને વ્યાજના ચક્રમાં ફસાવનાર કાકાજી સસરા સહિત સાત સામે ફરિયાદ
Advertisement

જસદણના આટકોટ રોડ પર પંચવટી સોસાયટીમાં રહેતા 29 વર્ષિય ખેડૂતને હોસ્પિટલનાં સારવારના ખર્ચ માટે રૂપિયાની જરૂર પડતાં વ્યાજે લીધેલા એક લાખની રકમ ચુકવવા તેના કાકાજી સસરા સહિત સાત શખ્સોએ વ્યાજના ચક્રમાં ફસાવી મોટર સાયકલ પડાવી લઈ ચેક લખાવી લેતાં ખેડૂતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે સાત વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

મળતી વિગતો મુજબ, જસદણનાં આટકોટ રોડ પર રહેતા પિયુષભાઈ હિંમતભાઈ છાયાણી (ઉ.29)ની ફરિયાદના આધારે જસદણ પોલીસે તેના કાકાજી સસરા ઘનશ્યામ કાંતિભાઈ રાદડિયા, કુંદણી ગામના લાલાભાઈ દરબાર, કોટડાપીઠાના અજય બાપુ, જસદણનાં મેહુલ રાદડિયા, કોટડાપીઠાના હિતેશ, જંગવડના પ્રવિણ ભરવાડ અને કોટડાપીઠાના અલ્પેશ કાંતિ રાદડિયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. આ મામલે પિયુષભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગયા વર્ષે નવરાત્રિમાં ગરબીનું કામ કરતી વખતે ટેબલ ઉપરથી પડી જતાં પગના નળાના ભાગે ગંભીર ઈજા થઈ હોય રામાણી હોસ્પિટલમાં સારવાર માટે દોઢ લાખનો ખર્ચ થયો હોય અને ત્રણ મહિના પથારીવશ હોવાના કારણે આર્થિક સ્થિતિ નબળી પડતાં કૌટુંબીક કાકાજી સસરા ઘનશ્યામ રામજી રાદડિયા પાસેથી એક રૂપિયા દરરોજ એક હજાર રૂપિયા વ્યાજ ચુકવવાના શરતે લીધા હતાં. ત્યારબાદ તે રકમ ચુકવી નહીં શકતા કુંદડી ગામના લાલભાઈ દરબાર પાસેથી દરરોજના બે હજારનું વ્યાજ ચુકવવાની શરતે 60 હજાર વ્યાજે લીધા હતાં ત્યારબાદ લાલાભાઈનું વ્યાજ ચુકવવા ઘનશ્યામભાઈ પાસે ફરીવાર વ્યાજે રૂપિયા લીધા હતાં. ત્યારબાદ આ રકમ ચુકવવા માટે અલગ અલગ શખ્સો પાસેથી વ્યાજે રકમ લેતો ગયો અને વ્યાજના ચક્રમાં ફસાયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement