For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પરસોત્તમ રૂપાલા સામે રાજકોટ-સાણંદમાં ફરિયાદ

11:45 AM Mar 29, 2024 IST | Bhumika
પરસોત્તમ રૂપાલા સામે રાજકોટ સાણંદમાં ફરિયાદ

રાજકોટની કોર્ટમાં ક્ષત્રિય સમાજની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી માનહાનિ ફરિયાદ : સાણંદ પોલીસ સ્ટેશનમાં ક્ષત્રીય સમાજની બહેન-દીકરીને લાંછન લગાવી અભદ્ર ટીપ્પણી કરતા લેખિત ફરિયાદ

Advertisement

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા થોડા સમય પહેલા જ જાહેરસભામાં ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટીપ્પણી કરતાં તેનો રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા જુદા જુદા સ્થળોએ મીટીંગો બોલાવી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની ઉગ્ર માંગણી સાથે ફરિયાદો કરવાનું એલાન કર્યું છે. જેના ભાગરૂપે ગઈકાલે સાંજે રાજકોટની કોર્ટમાં પરસોત્તમ રૂપાલા સામે માનહાનીની ફરિયાદ કરવામાં આવી છે. બીજી બાજુ સાણંદ પોલીસ સ્ટેશનમાં વકીલ દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દિકરીઓ વિશે લાંછન લગાવતી અભદ્ર ટીપ્પણી કરવા અંગેની લેખિત ફરિયાદ આપી છે.

Advertisement

લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે રાજકોટનાં લોકસભાના આયાતી ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક જાહેરસભામાં ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં આગની જેમ વાયરલ થયો છે.ક્ષત્રિય સમાજના રજવાડાઓને બહેન દિકરીઓ પર કરવામાં આવેલી અભદ્ર ટીપ્પણીનો રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ, જામનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ક્ષત્રિય સમાજની મીટીંગો બોલાવવામાં આવી હતી. જેમાં પરસોત્તમ રૂપાલાની ભાજપ ટીકીટ રદ કરે તેવી માંગણી સાથે આંદોલન શરૂ કર્યું છે. ઠેર ઠેર પરસોત્તમ રૂપાલા વિરૂધ્ધ ફરિયાદો કરવાની પુતળા દહન સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી આપવામાં આવી છે.

પરસોત્તમ રૂપાલા સામે મીટીંગની એજન્ડામાં નક્કી થયા મુજબ રાજકોટની કોર્ટમાં ક્ષત્રિય આગેવાન આદિત્ય વિરેન્દ્રસિંહ ગોહિલે બદનક્ષીની ફરિયાદ કરી છે. જેમાં જાહેરસભામાં મત મેળવવાની લાલચે ક્ષત્રિય સમાજને નીચા બતાવી બહેન દિકરીઓની અને ક્ષત્રિય સમાજની પ્રતિષ્ઠાને હાની પહોંચાડેલ હોય પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા સામે આઈપીસીની કલમ 499 અને 500 મુજબ ફરિયાદ રજૂ કરવામાં આવી છે.

બીજી બાજુ સાણંદ પોલીસ સ્ટેશનમાં એડવોકેટ સહદેવસિંહ પ્રવિણસિંહ વાઘેલાએ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે આઈપીસીની કલમ 135 (એ) મુજબ ક્ષત્રિય સમાજની બહેન દિકરીઓ વિરૂધ્ધા સામાજિક દરજ્જાને લાંછન લગાવતી અભદ્ર ટીપ્પણી કરી માનહાનીનો ભંગ થાય તેવી ભાષા વાપરી હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદમાં જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement