ગિરનાર અંબાજી વિવાદમાં હરિગિરી અને પ્રેમગિરીબાપુ સામે ફરિયાદ
ધાર્મિક સંસ્થામાં વિવાદથી સાધુ-સંતો પણ નારાજ
જૂનાગઢના ગિરનારના અંબાજી મંદિરના મહંતપદને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે આ મુદ્દે વિવિધ સંતો-મહંતો તેમજ સામાજિક અગ્રણીઓના નિવેદનો સામે આવી રહ્યાં છે. ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુએ કહ્યું કે, પથસાધુઓનો વિવાદ ખુબ જ નિંદનીય છે, સંપત્તિ માટે વાદ વિવાદ ન કરવો જોઈએ અને ગિરનારને દેશ અને દુનિયામાં લોકો આસ્થાથી જોવે છે. સાધુઓએ વાદ વિવાદ છોડીને સમાજને દિશા બતાવી જોઈએ.
સુખરામદાસ બાપુએ જણાવ્યું હતું કે, પથએક સાધુનું કામ દિશા આપવાનું હોય છે પરંતુ જ્યારે એક સાધુ ગુંચવાઈ જાય ત્યારે આ સમાજ કઈ દિશામાં જાય અને શુ કરે!થથ વધુમાં કહ્યું કે, પથઆ તમામ સાધુ સંતોને નમ્ર વિનંતી કરી છું કે, સંપત્તિ માટે વાદ વિવાદ ન કરો અને વાદ વિવાદ છોડીને સમાજને દિશા આપવાનુ કામ કરો પથ ગિરનારમાં સાધુઓના વિવાદ વચ્ચે હરીગિરી બાપુ વિરૂૂધ્ધ ફરિયાદ અરજી દાખલ કરાઈ છે. પ્રેમગિરી બાપુ વિરુદ્ધ પણ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ અરજી દાખલ કરવામાં આવી છે. દશનામ સમાજના તેજસગિરી દ્વારા ફરિયાદ અરજી દાખલ કરાતા વિવાદ વધુ વકર્યોસ છે.
અત્રે જણાવીએ કે, તેજસગિરી બ્રહ્મલિન તનસુખ ગિરી બાપુના પરિજન છે.તેજસગીરીના વકીલએ કહ્યું કે, પથઅમારી પાસે અંબાજી મંદિરના લેખ છે. ભીડ ભંજન મંદિરના 1938 પહેલાથી અમારી પાસે મંદિરના હકના લેખ તેમજ ભીડ ભંજન મંદિર ખાતે બ્રહ્મલિન તનસુખગિરી બાપુનો નિવાસ હતો