પ્રતિબંધિત જમજીર ધોધ પાસે વીડિયો ઉતારનાર ગુજરાતી અભિનેત્રી સામે ફરિયાદ
એક મહિના પહેલાં રીલ બનાવી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વાઈરલ કર્યો હતો
ગીરગઢડાનાં જામવાળા નજીક આવેલાં જમજીર ધોધનાં કાયમી પ્રતિબંધ એવાં કોતર ધોધનાં પાંચ મિટર નજીક બેસીને એકાદ મહિના પહેલા અમદાવાદ નિકોલમાં રહેતી ગુજરાતી અભિનેત્રી જીલ પ્રેમજી જોષી વિડીયો રીલ બનાવી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરીને સોશ્યિલ મીડિયામાં વાયરલ કરતાં જે પર્યાવરણ બચાવ સમિતિની નજરે આવ્યો હતો. અને અખબારી એહવાલ પ્રસિદ્ધ થતા તંત્ર તાત્કાલિક દોડતુ થયુ હતુ અને ગુજરાતી અભિનેત્રી જીલ જોષી સામે કોડીનાર પોલીસ સ્ટેશનમા જાહેરનામા ભંગ બદલ પોલીસ ખુદ ફરીયાદી બની તપાસ હાથ ધરી છે.
આ ધોધમા ભૂતકાળમા નાહવા તથા સેલ્ફી લેવા જતા અનેક લોકો મૃત્યુનો ભોગ બનેલ છે. જેને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામાથી જમજીર ધોધમાં નાહવા માટે કે ધોધના ઊંડા પાણીમાં પ્રવેશ કરવા તેમજ કિનારાની કોતર ઉપર સેલ્ફી લેવા પ્રતિબંધ ફરમાવેલ છે તેમ છતાં ગેરકાયદેસર રીતે ધોધની કોતરો ઉપર રીલ બનાવેલ હોવાનું ધ્યાને આવતાં ઝીલ જોશી વિરૂૂદ્ધ જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધાયો હતો. સોશિયલ મીડીયા ઈન્ફ્લુંન્સર, સેલિબ્રિટીને લાખો લોકો અનુસરતા હોઈ છે. તેમ છતાંય ગુજરાતી અભિનેત્રીએ વિડીયો બનાવી કાયદા નિયમોનું ઉલ્લંધન કરતાં તંત્ર એક્શનમાં આવતાં આખરે ગુન્હો નોંધી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે. અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયામાંથી હટાવી આપેલ હોવા છતાં પણ તંત્રએ જીલજોશી સામે ફરિયાદ નોંધી હતી.