For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકામાં મહિલા કર્મચારીની છેડતી કરવા સબબ એસ.ટી.ના કર્મચારી ટ્રાફિક ઇન્સ્પેક્ટર સામે ફરિયાદ

11:11 AM Mar 19, 2024 IST | Bhumika
દ્વારકામાં મહિલા કર્મચારીની છેડતી કરવા સબબ એસ ટી ના કર્મચારી ટ્રાફિક ઇન્સ્પેક્ટર સામે ફરિયાદ

Advertisement

દ્વારકા એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીએ મહિલાની છેડતી કરતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ દ્વારકામાં રહેતા અને એસ.ટી. વિભાગના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવાભાઈ હાથીયા દ્વારા ગઈકાલે સોમવાર તારીખ 18 ના રોજ સવારના સમયે એક મહિલા કર્મચારીની આબરૂ લેવાના ઈરાદાથી તેણીનો હાથ પકડી, તેની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી. જે અંગે મહિલા કર્મચારીની ફરિયાદ પરથી દ્વારકા પોલીસ મથકમાં દેવાભાઈ હાથીયા સામે આઈપીસી કલમ 354 મુજબ ગુનો નોંધાયો છે. જે પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement