ડો.મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ
- વંથલી માર્કેટયાર્ડમાં ભાજપની મિટિંગ અને ભોજન સમારંભ યોજયા
વંથલીના માર્કેટ યાર્ડમાં ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા સામે બેઠક અને ભોજન સમારંભના આયોજનથી આચારસંહિતા ભંગની ફરિયાદ કરી જૂનાગઢ કોંગ્રેસના મહામંત્રી વી.ટી.સીડા દ્વારા ચૂંટણીપંચ સમક્ષ તપાસની માંગણી કરાઇ છે.
આ બાબતે લેખિતમાં કરાયેલી રજુઆતમાં કોંગ્રેસી આગેવાન દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, વંથલીના યાર્ડમાં પોરબંદર-11 લોકસભાના ઉમેદવાર મનસુખભાઇ માંડવિયા તેમજ માણાવદર-85 વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદભાઇ લાડાણીની હાજરીમાં યોજાયેલ બેઠક ભોજન સમારંભનાં આયોજનથી આચારસંહિતાનો ભંગ થયો છે. 24 કલાક પછી પણ આવા આયોજન અંગે સંબંધિત ચૂંટણી અધિકારી કે એલઆઇબી દ્વારા કેમ કોઇ રીપોર્ટ નથી કરાયો? શું આચારસંહિતા માત્ર વિરોધ પક્ષને જ લાગે? વિગેરે પ્રશ્ર્નો ઉઠાવી જૂનાગઢ કોંગ્રેસના મહામંત્રી વી.ટી.સીડા દ્વારા ચૂંટણી અધિકારી, નાયબ કલેકટર, મામલતદાર વિ.ને લેખિત રજૂઆત કરી છે.