અકસ્માતના જુદા-જુદા 40 કેસમાં 3.45 કરોડનું વળતર મંજૂર કરાયું
રાજકોટમાં યોજાયેલી લોક અદાલતમાં અકસ્માતના જદા જદા વળતરના 40 કેસમાં રૂૂ.3.45 કરોડનું જંગી વળતર મંજુર કરવામાં આવ્યું છે.
રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં તા. 14/12/2024 નાં રોજ મેગા લોકઅદાલત યોજાઈ હતી. જેમાં વાહન અકસ્માતથી ઉદભવેલ ઘણા બધા કેસો મુકવામાં આવ્યા હતા. જે કલેઈમ કેસો પૈકી ચાવડાફળી, ખુણ ગામના સુરેશભાઈ મફાભાઈ ચાવડાના કલેઈમ કેસમાં રૂૂા.12.50 લાખ, કાંગશીયાળીના મૃતક વાલજીભાઈ ભીખાભાઈ ચાવડાના કલેઈમ કેસમાં રૂૂા.15 લાખ, લાલપુરના ઝાંખર ગામના મૃતક મહિપતસિંહ બનેસંગસિંહ જાડેજાનાં કલેઈમ કેસમાં રૂૂા.19 લાખ, ટંકારાના લખધીરગઢ ગામના મૃતક નાનાજીભાઈ માયાભાઈ વાધેલાનાં કલેઈમ કેસમાં રૂૂા.13 લાખ, મોરબીનાં મૃતક અંજલી જેરામભાઈ શકુલનાં કલેઈમ કેસમાં રૂૂા.16 લાખ, જામનગરનાં મૃતક દિનેશભાઈ જશભાઈ ઉર્ફે જશાભાઈ મકવાણાનાં કલેઈમ કેસમાં રૂૂા.10 લાખ, હળવદના રાતાભેરના અજયભાઈ રમેશભાઈ સિણોજીયાનાં કલેઈમ કેસમાં રૂૂ.15.50 લાખ, જામનગરના મોરકંડા ગામના મૃતક ભરતભાઈ ધરમશીભાઈ પીપરીયાનાં કલેઈમ કેસમાં રૂૂા.20 લાખ, ઉપલેટાના મોજીરા ગામનાં મૃતક અંજનાબેન ભીખાભાઈ ઘુલનાં કલેઈમ કેસમાં રૂૂા.14.40 લાખ, મૂળ પશ્વીમ બંગાળના અને હાલ મોરબીમાં સીરામીક કંપનીમાં કામ કરતા મૃતક સુબ્રતાદાસ સુભાષચંદ કરણનાં કલેઈમ કેસમાં રૂૂા.59 લાખ, ધ્રાંગધ્રાના રામદેવપુરના ભાયલાલભાઈ ખીમજીભાઈ રાઠોડના કલેઈમ કેસમાં રૂૂા.17 લાખ સહીત કુલ 40 કેસમાં રૂૂ.3.45 કરોડનું વળતર મંજુર કરવામાં આવ્યું છે.
ઉપરોકત તમામ કલેઈમ કેસમાં અરજદારો વતી રાજકોટનાં અકસ્માત વળતર અંગેના કલેઈમ કેસોનાં જાણીતા એડવોકેટ રવિન્દ્ર ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ, વિવેક વી. ભાંસળીયા (ગઢવી), આસીસટન્ટ તરીકે જતીન પી. ગોહેલ, દિનેશ ડી. ગોહેલ અને જયેશભાઈ મકવાણા રોકાયા હતા.