For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અકસ્માતમાં મોતને ભેટેલા એક જ પરિવારના ચાર સભ્યોના વારસદારોનું બે કરોડનું વળતર મંજૂર

04:13 PM Mar 02, 2024 IST | Bhumika
અકસ્માતમાં મોતને ભેટેલા એક જ પરિવારના ચાર સભ્યોના વારસદારોનું બે કરોડનું વળતર મંજૂર

રાજકોટમાં રહેતા પરિવારની કાર સાપુતારા રોડ પર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા મૃતકના પરિવાર દ્વારા કરવામાં આવેલ ક્લેઇમ કેસ ચાલવા ઉપર આવતા કોર્ટે ક્યારેય મૃતકના વારસદારોને રૂૂપિયા બે કરોડનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત રાજકોટમાં રહેતા તાન્યા મુકેશ શર્મા, મથુરભાઈ, વમલજીભાઈ ચાવડા, શશીબાલા રાકેશ શર્મા અને અનુરાગ રાકેશ શર્મા કારમાં બેસીને જતા હતા. સાપુતારા રોડ પર કાર ચાલક રાકેશભાઈ શર્માએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાવતા સર્જાયેલા અકસ્માતમાં કાર સવાર ચાર વ્યકિતના મૃત્યુ થયા હતા. મૃતકના વારસદારો ધ્વારા એડવોકેટ મારફતે રાજકોટ કલેઇમ ટ્રીબ્યુનલ સમક્ષ કલેઇમ કેસ કલેઇમ કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા મૃતક મથુરભાઈ, શશિબાલા અને અનુરાગભાઈ અકસ્માત પહેલા ટ્યુશન કલાસ સહિત અન્ય કામ કરી વાર્ષિક રૂૂા.4 લાખ જેટલી આવક કમાતા હતા. તેમજ મૃતક તાન્યા મુકેશ શર્માને જોબ અંગેનો અપોઈમેન્ટ લેટર આવેલ હોય જે આવક સાબીત કરવા મૃતકના વકીલ ઇન્કમટેક્ષ રીટર્ન રજુ કરેલ અને વિમા કુ. દ્વારા એવો બચાવ લેવામા આવેલ કે કાર ઉપર ઝાડ પડેલ હોય વિમા કુ.ની જવાબદારી થાય નહી તેવો બચાવ લેવામાં આવેલ, પરંતુ અરજદારના એડવોકેટ કલ્પેશ વાઘેલા દ્વારા કોર્ટમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ કરવામા આવેલ અને લેખીત દલીલથી વિમા કંપનીની જવાબદારી થાય સહિતની દલીલો ધ્યાને લઇ રાજકોટ ટ્રીબ્યુનલ દ્વારા ચારેય કેસમા વ્યાજ સહીત રૂૂપિયા બે કરોડનું વળતર ચુકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.

આ કેસમાં મૃતકના વારસદારો વતી અકસ્માત વળતરનાં સ્પેશ્યાલીસ્ટ વકીલ કલ્પેશ કે. વાઘેલા, ભાવિન આર. પટેલ, શ્રધ્ધા આર. અકબરી(પટેલ), અર્જુન ડી. કારીયા(ગઢવી), કરણ ડી. કારીયા(ગઢવી), હેમત એલ. પરમાર, આદિત્ય બી. મકવાણા, કુનાલ વી. ચાવડા અને માનવ એ. ચાવડીયા (ભરવાડ) રોકાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement