રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ માટે હવે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ

12:33 PM Dec 22, 2023 IST | Sejal barot
Advertisement

ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે લેવામાં આવનારી પ્રવેશ પરીક્ષા માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં DDCET પરીક્ષા લેવામાં આવશે. જે માટે જાન્યુઆરી મહિનામાં રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરાશે. શ્રેષ્ઠ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે કોમન એન્ટરન્સ એક્ઝામના આધારે પ્રવેશ અપાશે. પ્રવેશ પરીક્ષામાં કેમેસ્ટ્રી ફિઝિક્સ અને મેથેમેટિક્સ વિષયમાંથી વિદ્યાર્થીઓને સવાલો પૂછવામાં આવશે. 200 માર્કની આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 150 મિનિટ જેટલો સમય આપવામાં આવશે. પહેલીવાર એન્ટ્રન્સ એક્ઝામ હોવાથી પ્રવેશ સમિતિ દ્વારા રાજ્યના અલગ અલગ સ્થાન ઉપર વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ દાખલ કરવામાં આવી છે. ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં જવા માંગતા વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ડિપ્લોમામાંથી ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ માત્ર અંગ્રેજીમાં જ પરીક્ષા આપવાની રહેશે.

Advertisement

Tags :
Common Entrance Test Now for AdmissionDegreeDiplomafromto
Advertisement
Next Article
Advertisement