ડમી શાળાના ફૂલેલા કલ્ચરને નાબૂદ કરવા સમિતિની રચના
શિક્ષણ મંત્રાલય દ્વારા નવ સભ્યોની નિમણૂક કરાઈ: અભ્યાસ ક્રમમાં રહેલી મૂળભૂત ખામીઓને ઓળખી કમિટી અહેવાલ તૈયાર કરશે
રાજકોટ સહિત દેશભરમાં કોચિંગ સેન્ટરો અને નકલી શાળાઓનો રાફડો ફાટ્યફો છે અને તેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડી રહી છે. ભવિષ્યના શિક્ષણને ધ્યાનમાં રાખી સરકાર ચિંતા વ્યક્ત કરી રહી છે. ત્યારે આ અજગરી ભરડાને તોડવા માટે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા નવ સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ અભ્યાસક્રમમાં રહેલી ત્રૂટીઓનો અભ્યાસ કરશે અને તેનો રિપોર્ટ તૈયાર કરી વિવિધ સુચનો સાથેનો અહેવાલ સરકાર અને શિક્ષણ મંત્રાલયને સુપ્રત કરશે.
ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં માત્ર કાગળ પર શાળાઓ દેખાડવામાં આવી રહી છે. અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપી કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ કલ્ચરના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડે છે. અને ભવિષ્યમાં શાળા કલ્ચર પર જોખમ તોળાઈ રહ્યું છે. કોચિંગ ક્લાસમાં કઈ પ્રકારના પ્રલોભન આપવામાં આવી રહ્યા છે જેથી બાળકો તે તરફ વળ્યા છે. અને વાલીઓ પણ તે તરફ આકર્ષાયા છે.
ફામર્સ, મેડિકલ, ઈજનેરી સહિતના ઉચ્ચ અને મોભાદાર કોર્ષમાં પ્રવેશ મેળવવા માટેની હોડ જામી છે અને સ્પર્ધા વધી ગઈ છે. જેથી તેમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. અને તેના માટે શાળામાં સમય આપવો પરવડે તેમ ન હોય વિદ્યાર્થીઓ ડમી શાળામાં માત્ર પ્રવેશ મેળવી અને કોચિંગ પ્રથાને અપનાવી રહ્યા છે. આ પ્રકારની ઘણી શાળાઓ તાજેતરમાં પકડાઈ છે. મોટા શહેરોમાં આ પ્રકારની પ્રથા ઘર કરી ગઈ છે. અને તેના કારણે સરકાર ચિંતામાં મુકાઈ છે.
ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશીની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય એ તપાસવાનો છે કે કોચિંગ સેન્ટરો કેમ વધ્યા છે, શું ગોખણપટ્ટી શિક્ષણ વધુ પ્રચલિત થયું છે, અને શું શાળા શિક્ષણ પ્રણાલી વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપે છે. એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરવા માટે, વિદ્યાર્થીઓ નડમીથ શાળાઓમાં જોડાવાની પ્રથા અપનાવે છે એવી શાળાઓ જે ફક્ત પરીક્ષાઓની તૈયારી કરે છે. તે સમય દરમિયાન, વિદ્યાર્થીઓ નિયમિત શાળાઓમાં જતા નથી. ઉદાહરણ તરીકે, દિલ્હીના વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશમાં રાજ્ય ક્વોટા મેળવવા માટે ડમી શાળાઓની મદદ લે છે.
સમિતિ શું તપાસશે?
ડમી શાળાઓનું ઉદ્ભવ
કોચિંગ સંસ્થાઓની ભૂમિકા શાળાકીય શિક્ષણ પ્રણાલીમાં
શાળાકીય અભ્યાસ અને પ્રવેશ પરીક્ષાની શરતો
વિરોધી પરિબળો (કેવી રીતે ડમી શાળા-ફેસિલિટીઝ વધતી જાય)
પરીક્ષાત્મક આંખબૂકડાની અસર
સમિતિમાં સામેલ સભ્યો
CBSEના અધ્યક્ષ
શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવો
IIT મદ્રાસ, NIT ત્રિચી, IIT કાનપૂર
NCERT પ્રતિનિધિ
કેન્દ્ર, રાજ્ય, ખાનગી શાળાઓ, નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલયના પ્રતિનિધિઓ.