ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયામાં ઝેરી ટીકડા ખાઈ આપઘાત

11:58 AM Oct 17, 2024 IST | Bhumika
Advertisement

ખંભાળિયામાં આવેલી કણઝાર હોટલ પાસે રહેતા પ્રકાશભાઈ ધીરજલાલ જાદવાણી નામના 40 વર્ષના યુવાને ગત તારીખ 16 ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવાના ટીકડા પી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કિશોરભાઈ ધીરજલાલ જાદવાણી (ઉ.વ. 50, રહે. જામપર) એ અહીંની પોલીસને કરી છે.

Advertisement

બાઈક સ્લીપ
ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલા મૂળવેલ તથા મૂળવાસર ગામ વચ્ચે જી.જે. 37 એલ 3696 નંબરના મોટા સાયકલ લઈને જઈ રહેલા રઘુકુમાર નરેશ પ્રસાદ કુસવાહા (મૂળ રહે. બિહાર, હાલ સુરત) એ પોતાનું મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા આ મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેના કારણે બાઇકની પાછળ બેઠેલા તેમના મિત્ર હરીસંગભા નાગશીભા કેરને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત બાદ આરોપી રઘુકુમાર તેનું મોટરસાયકલ લઇને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતક હરીસંગભાના પિતા નાગશીભા કાયાભા કેર (ઉ.વ. 64, રહે. હાલ જામનગર, મૂળ રહે. ગોરીંજા - દ્વારકા)ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આરોપી બાઈક ચાલક રઘુકુમાર નરેશ પ્રસાદ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsKhambhaliaKhambhalia newssuicide
Advertisement
Next Article
Advertisement