For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં મૈત્રીકરારથી રહેતી યુવતીનો આપઘાત: પ્રેમી સામે પોલીસમાં નોંધાતો ગુનો

12:03 PM Aug 31, 2024 IST | Bhumika
ખંભાળિયામાં મૈત્રીકરારથી રહેતી યુવતીનો આપઘાત  પ્રેમી સામે પોલીસમાં નોંધાતો ગુનો
Advertisement

ખંભાળિયાના માધવ નેસ્ટ સોસાયટી વિસ્તારમાં મૈત્રી કરારથી રહેતી એક યુવતીએ ગઈકાલે શુક્રવારે આપઘાત કરી લેતા આ અંગે મૃતક યુવતીના ભાઈ દ્વારા યુવાન સામે પોતાની બહેનને મરી જવા માટે દુષ્પ્રેરણા આપવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની વિગત આવી છે કે ખંભાળિયાના રામનગર વિસ્તારમાં નવચેતન સ્કૂલ પાછળ આવેલી માધવ નેસ્ટ સોસાયટીમાં રહેતા અને મૂળ ભાડથર ગામના રહીશ તથા કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા મેરામણભાઈ નારણભાઈ ચાવડા નામના 40 વર્ષના યુવાન સાથે આ જ વિસ્તારમાં રહેતી જાનાબેન રામાભાઈ ગોજીયા નામની 35 વર્ષની યુવતી મૈત્રી કરારથી રહેતી હતી. તેણીએ ગઈકાલે શુક્રવારે સાંજ પૂર્વેના કોઈપણ સમયે મેરામણભાઈના ઘરે એકલી હતી, ત્યારે ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગે મેરામણભાઈ નારાયણભાઈ ચાવડાએ ખંભાળિયા પોલીસ મથકમાં જરૂૂરી નોંધ કરાવી હતી.

Advertisement

જ્યારે આ પ્રકરણમાં મૃતક યુવતી જાનાબેનના ભાઈ નગાભાઈ રામાભાઈ ગોજીયા (ઉ.વ. 35, રહે. પ્રેમસર ગામ, તા. કલ્યાણપુર) દ્વારા માધવ નેસ્ટ સોસાયટીમાં રહેતા મેરામણભાઈ નારણભાઈ ચાવડા સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી નગાભાઈની નાની બહેન જાનાબેન છેલ્લા દોઢેક વર્ષથી મેરામણભાઈ સાથે અરસ-પરસ મૈત્રી કરાર કરી અને સાથે રહેતા હતા. તે દરમિયાન આરોપી મેરામણે જાનાબેનને અવારનવાર નાની-નાની વાતોમાં ઝઘડા કરી, શારીરિક તથા માનસિક આપીને તેણીને મરી જવા માટે મજબૂર કરતા તેણીએ ગળાફાંસો ખાઈને આપધાત કરી લીધો હતો.આ પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે બી.એન.એસ. કલમ 108 મુજબ મેરામણભાઈ નારણભાઈ ચાવડા સામે આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement