For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

PMUની દરખાસ્ત રદ થતા કમિશનરે સ્ટેન્ડિંગ સામે બાંયો ચઢાવી

03:56 PM Dec 04, 2025 IST | Bhumika
pmuની દરખાસ્ત રદ થતા કમિશનરે સ્ટેન્ડિંગ સામે બાંયો ચઢાવી

ડે.કમિશનર, સિટી ઇજનેર સહિતનો સ્ટાફ તમારી પાસે છે તેવા વેધક સવાલો સાથેની દરખાસ્ત ફરી વખત રજૂ

Advertisement

ભષ્ટાચાર નાબુદી અને સમયસર કામ કરવું હશેતો મોનિટરીંગ માટે PMUને મંજૂરી આપવી જ પડશે, તેનુ શાસકોને ભાન કરાવાતા તણખા ઝરવાના એંધાણ

મહાનગરપાલિકામાં અધિકારીઓ દ્વારા મુકવામાં આવતા પ્રજાલક્ષી પ્રોજેકટો પૈકી અમુક કામો સ્ટેન્ડિંગમાં કોઇ પણ કરણોસર નામંજૂર કરવામાં આવતા હોય છે. જેના લીધે તંત્રને અને કાયરેક પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવુ ફરી અને વખત બનવા પામ્યુ છે. દરેક કામમાં પારદર્શિકા લાવવા માટે મ્યુનિ.કમિશનર દ્વારા પીયુએમ પ્રોજેકટ તૈયાર કરી દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવેલ જે ખર્ચના બહાને નામંજૂર થતા મ્યનિ.કમિશનરે હવે શહેરમાં ચાલતા તમામ કામોના મોનિટરીંગ માટે તમારી પાસે સ્ટાફ છે તેવા વેધક સવાલ સાથે ફરી વખત દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગ મુકવાની તૈયારી આરંભી હોવાનુ જાણવા મળેલ છે. જેના લીધે આગામી દિવસોમાં શાસકો અને કમિશનર વચ્ચે તણખા ઝરશે તેવુ લાગી રહ્યુ છે.

Advertisement

મહાનગરપાલિકાની તમામ વિભાગની કામગીરી પારદર્શીય બને અને ઝડપી કામ થાય તેમ તેનુ મોનીટરીંગ જેતે વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવે અને ખોટા ખર્ચનો બચાવ થાય તે આશયથી મ્યુનિ.કમિશનર દ્વારા PMUપ્રોજેકટ તૈયાર કરી 35 ઇજનેરોની ભરતી સાથે એજન્સી મારફતે કામ કરવાનો 7 કરોડનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવેલ જેને પદાધિકારીઓ સહિતનાઓએ મંજૂરી આપી જોર શોરથી જાહેરાત કરવામાં આવી હતી અને દરખાસ્ત તૈયાર થાય બાદ આજની સ્ટેન્ડિંગમાં ના મંજૂર થતા ભારે ચર્ચા જાગી છે.

સ્ટેન્ડિંગ કમિટિએ ખર્ચ વધારે થતો હોવાનુ કારણ દર્શાવી પ્રોજેકટ રદ કરવો તેમ જણાવી દરખાસ્ત રદ કરાતા અગાઉ આ પ્રોજેક્ટનો અભ્યાસ કર્યા વગર પદાધિકારી સહિતનાઓએ પોતાના નામ સાથે મોટી મોટી જાહેરાતો કર્યા બાદ અચાનક તમામ કામગીરી ઓનલાઇન થાય તો અનેક કામોમાં જવાબ દેવો ભારે પડી જાય તેવુ ભાન થતા આજે મહામહેનતે કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોજેટકને ના મંજૂર કરવામાં આવ્યો હતો. જે શરૂ કરવા માટે કમિશનરે ફરી વખત સવાલોના ભારણ સાથે દરખાસ્ત તૈયારી કરી હોવાનુ જાણવા મળેલ છે અને દરખાસ્તમાં આસી. કમિશનર તેમજ સિટી ઇજનેર સહિતનાનો ઉલ્લેખ કરી સ્ટાફ કેટલો છે તેવો સવાલ પૂછી જવાબ માંગ્યો હોવાનુ જાણવા મળેલ છે.

મ્યુનિ.કમિશનર દ્વારા કોર્પોરેશનને ઉપયોગી PMUપ્રોજેકટ તૈયાર કરી તેને અમલમાં મુકવા માટે દરખાસ્તા રજૂ કરવામાં આવેલ જે દરખાસ્ત રદ કરવામાં આવી છે. આ પ્રોજેકટમાં શહેરી વિકાસ વર્ષ2025 અંતર્ગત શહેરના વિવિધ ટેકનિકલ પ્રોજેક્ટોના અમલીકરણમાં ઝડપી ગતિ લાવવા માટે ફિલ્ડ એન્જીનીયરોની નિમણૂક મહત્વપૂર્ણ છે. આ યુવા ટેકનિકલ શક્તિના સહકારથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ ગુણવત્તાયુક્ત અને ટકાઉ બનાવવાનો હેતુ છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા શહેરી વિકાસ વર્ષ 2025ના અનુસંધાને રાજ્યભરમાં વિવિધ શહેરોમાં વિકાસકાર્યોને નવી ગતિ અને દિશા આપવા માટે વિશાળ આયોજન હાથ ધરાયું છે.

આ કામગીરી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના માળખાકીય વિકાસને વધુ સુવ્યવસ્થિત, ગુણવત્તાયુક્ત અને ટેકનિકલ રીતે મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના તમામ કામોનું સોફ્ટવેરના માધ્યમથી દૈનિક મોનીટરીંગ કરવા તેમજ ખાતમુર્હુતથી લઈને લોકાર્પણ સુધીની કામગીરીનું દૈનિક રીપોર્ટીંગ કરવાના આશય સાથે આઠ સીનીયર અધિકારીઓની ટીમથી સજ્જ પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ(PMU) ની રચના કરવામાં આવશે તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ‘શહેરી વિકાસ વર્ષ 2025’ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટેકનીકલ કામો, દૈનિક ફીલ્ડ વિઝીટ કરી મોનીટરીંગ, રિપોર્ટીંગ માટે 11(અગિયાર) માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે કુલ-35 ફિલ્ડ એન્જીનીયર(સિવિલ)ની જગ્યાઓ ભરવામાં આવે તેવી દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જે સ્ટેન્ડિંગમાં નામજૂર થયેલ.

Advertisement
Tags :
Advertisement
Advertisement