For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરના 11 પી.આઈ.ની આંતરિક બદલી કરતા પોલીસ કમિશનર

04:16 PM Sep 06, 2024 IST | admin
શહેરના 11 પી આઈ ની આંતરિક બદલી કરતા પોલીસ કમિશનર

એસઓજીમાં એસ.એમ.જાડેજા અને ક્રાઈમ બ્રાંચમાં સેક્ધડ પી.આઈ. તરીકે મનોજ ડામોર મુકાયા

Advertisement

પ્રમોશન મેળવી રાજકોટ આવેલ ત્રણ પી.આઈને પણ પોસ્ટિંગ અપાયા

રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ શહેરના 11 પીઆઇની આંતરિક બદલી નો હુકમ કર્યો હતો તેમજ અન્ય શહેર અને જીલ્લામાંથી બદલી થઈને આવેલા નવા ત્રણ પીઆઇને નિયુક્તિ કરવમાં આવ્યા છે.
ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં 233 પીએસઆઈને પીઆઈના તરીકે બઢતી અપાઈ હોય પ્રમોશન મેળવનાર પીઆઈને જે તે બદલીના સ્થળે હાજર થવાનું હોય પી.આઈને છુટા કર્યા બાદ રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા રાજકોટમાં 11 પીઆઈની આંતરિક બદલીના હુકમ કર્યા છે.

Advertisement

જેમાં નવા ત્રણ પીઆઈને પણ નિમણુક આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બદલીના હુકમમાં બી ડીવીઝનમાં ફરજ બજાવતા પીઆઈ એસ.એમ.જાડેજાને એસઓજીમાં મુકાયા છે તેમના સ્થાને બી ડીવીઝનમાં સ્પેશીલ બ્રાંચના એસ.એસ.રાણેને મુકાયા છે. જયારે બઢતી સાથે બદલી લઈને રાજકોટ આવેલા મનોજ ડામોરની ક્રાઈમ બ્રાંચમાં સેક્ધડ પીઆઈ તરીકે ખાલી પડેલી જગ્યા પર નિમણુક કરવામાં આવી છે. લીવ રિઝર્વમાં રહેલા પી.આઈ જે.એમ.કૈલાને આથિક ગુના નિવારણ શાખા માં કાયમી પોસ્ટીંગ અપાયું છે.

આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચના એટેચ ભક્તિનગરના પી.આઈ એસ ડી ગીલવાને એમઓબીમાં, ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ બી ટી અકબરીને મહિલા પોલીસ મથકમાં અને તેમના સ્થાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના કે.જે.કરપડાને મુકવામાં આવ્યા છે. લાયસન્સ શાખા એટેચ યુનિવર્સીટી પોલીસ મથકના પી.આઈ સી એચ જાદવને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં તેમજ મહિલા પોલીસ મથકના પી.આઈ આઈ એન સાવલિયાની ટ્રાફિકમાં. તેમજ બઢતી મેળવી રાજકોટ શહેરમાં મુકાયેલ પી.આઈ પી.જે. પટેલની રીડર શાખામાં અને એમ.એચ.ભાટીની સ્પેશ્યલબ્રાંચમાં નિમણુક કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement