For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવા આયોગની કલેક્ટરને સૂચના

03:51 PM May 28, 2025 IST | Bhumika
ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવા આયોગની કલેક્ટરને સૂચના

આગામી મહિનામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચે રાજકોટ સહિત રાજ્યના તમામ કલેક્ટરોને તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપી છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની 11 તાલુકાની 65 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટેની અંતિમ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે, આજે બપોરે 3 વાગ્યે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ કલેક્ટર સાથે એક મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ ઉપરાંત, જિલ્લાની 242 ગ્રામ પંચાયતોમાં પેટાચૂંટણીઓ પણ યોજાવાની છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂૂ કરી દેવામાં આવી છે. સ્ટાફની સંખ્યા, બેલેટ પેપરની વ્યવસ્થા, અને સ્ટાફને તાલીમ આપવાની કામગીરી સહિતની બાબતો અંગે રાજ્ય ચૂંટણી પંચના આદેશ બાદ તંત્ર સક્રિય બન્યું છે.

રાજકોટ જિલ્લામાં સામાન્ય ચૂંટણી યોજાનાર ગ્રામ પંચાયતોમાં રાજકોટ તાલુકાની 5, કોટડા સાંગાણીની 2, લોધિકાની 1, પડધરીની 3, ગોંડલની 6, જેતપુરની 4, ધોરાજીની 2, ઉપલેટાની 4, જામકંડોરણાની 7, જસદણની 15 અને વિંછીયાની 16 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જ્યારે પેટાચૂંટણીઓ યોજાનાર ગ્રામ પંચાયતોમાં રાજકોટ તાલુકાની 46, કોટડા સાંગાણીની 17, લોધિકાની 13, પડધરીની 28, ગોંડલની 34, જેતપુરની 24, ધોરાજીની 11, ઉપલેટાની 17, જામકંડોરણાની 25, જસદણની 15 અને વિંછીયાની 12 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement