ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયાના શિરેશ્વર લોકમેળાનો પ્રારંભ

11:51 AM Sep 06, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા શ્રી શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં આજથી તા. 9 સુધી ચાર દિવસ ‘રખ પાંચમ’ના લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મીની તરણેતર જેવી જ્ઞાતિ પામેલા શિરેશ્વરના આ લોકમેળામાં સમગ્ર ગુજરાતભરમાંથી આવતા વિવિધ પ્રકારના મનોરંજનના સાધનો, ફજેત ફાળકા ઉપરાંત ખાણીપીણી અને રમકડાના સ્ટોલ ફક્ત ખંભાળિયા શહેર કે તાલુકા જ નહીં પરંતુ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતા માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

ત્યારે આ લોકમેળાના સુચારું આયોજન માટે ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન મયુરભાઈ નકુમ, ઉપસરપંચ હેતલબા ચંદ્રસિંહ જાડેજા, તલાટી કમ મંત્રી પી.ડી. વીંઝોડા તેમજ તેમની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સાથે સાથે આ લોકમેળાનો મન ભરીને માણવા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાર દિવસના આ લોકો મેળામાં આશરે દોઢ-બે લાખ સુધીની જન્મદિનની મેળાની મોજ માણવા ઉમટી પડવાની સંભાવના છે ત્યારે લોકમેળામાં નિયમોની અમલવારી તેમજ એસ.ઓ.પી.ના પાલન માટે જિલ્લા પ્રશાસન તેમજ પોલીસ તંત્ર દ્વારા જરૂૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

Tags :
gujaratgujarat newsKhambhaliaShireshwar Lok Mela
Advertisement
Advertisement