કોલેજિયન યુવાન અડધા લાખ જેવી રકમ હારી ગયો’તો, ઓનલાઇન બેટિંગ પર સરકાર પાબંદી લગાવે : પરિજનો
જામનગર રોડ પર આવેલા નાગેશ્ર્વર પાસે રહેતા મુળ બિહારના વતની ક્રિષ્ના રમાકાંત પંડીત નામના વાને સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સિવિલ હોસ્પિટલે ખસેડી જરૂરી કાગળો કર્યા હતા. ચકચાર મચાવતી ઘટનામાં ક્રિષ્ના પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પોતે ઓનલાઇન સટ્ટા બેટીંગ એપના રવાડે ચડી ગયો હતો અને તેમને મિત્રોએ સમજાવ્યો છતા પણ આ ઓનલાઇન સટ્ટા બેટીંગની એપની ટેવ છોડતો ન હતો. તેમજ અંતે આ એપ્લીકેશન મારફતે પોતે પૈસા હારી જતા આપઘાત કરી લીધો હતો.
આ મામલે સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે કે ક્રિષ્ના ઓનલાઇન બેટીંગ એપ મારફતે અંદાજીત અર્ધા લાખ જેટલી રકમ હારી ગયો હતો. તેમજ મૃતકના પિતરાઇ ભાઇ સત્યમે જણાવ્યુ હતુ કે તેમનો ભાઇ ક્રિષ્ના ઓસ્ટ્રેલીયન વેબસાઇટ પર ઓનલાઇન માધ્યમમાં ક્રિકેટ સટ્ટો રમતો હતો. ભારતમાં ઘણી ઓનલાઇન બેટીંગ એપ. અવેલેબલ છે. સરકાર આ બધી એપ. પર પાબંધી લગાવે તેવી વિનંતી છે.
તેમજ એસીપી રાધીકા ભારાઇએ મિડીયા સમક્ષ વાત કરતા જણાવ્યુ છે કે ક્રિષ્ના પંડીત કેટલા સમયથી ઓસ્ટ્રેલીયન ઓનલાઇન ગેમીંગ એપ પર સટ્ટો રમતો હતો ? આ મામલે તેમનો મોબાઇલ ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવ્યો છે. તેમજ આજના આધુનીક સમયમાં માતા-પિતાને વિનંતી કરી છે કે તેઓએ પોતાના સંતાનોના મોબાઇલ સમયાંતરે ચેક કરતા રહેવા જોઇએ. ડાઉટના કારણે નહી પરંતુ પોતાના બાળકોી સેફટીના કારણે. બાળકો મોબાઇલમાં શું કરી રહયા છે તે બાબતની જાણ માતા-પિતાને હોવી જોઇએ.