17 વર્ષના તરૂણ સાથે પ્રેમ થતા પરિવાર સંબંધને નહીં સ્વીકારે તેવા ડરથી કોલેજિયન યુવતીએ એસીડ પીધુ
ત્રણ મહિનાથી બંન્ને વચ્ચે પ્રેમસબંધ છે, યુવતીના પરિવારનું નિવેદન લેવાયુ
આજનાં સમયમા સગીર વયનાં બાળકો ભણવાની ઉંમરે મોબાઇલમા સોશ્યલ મીડીયા મારફતે એકબીજાનાં પ્રેમમા પડી ન કરવાનુ કરી બેસે છે. અને જેને લીધે તેમનાં પરીવારને ભોગવવાનો વારો આવે છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટ શહેરમા બની છે. શહેરની ભાગોળે આવેલી એક કોલેજમા અભ્યાસ કરતી 19 વર્ષની યુવતી 17 વર્ષનાં તરુણનાં પ્રેમમા પડી હતી. અને બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા બાદ પરીવારજનો આપણા સબંધોને સ્વીકારશે નહી તેવો ડર લાગતા યુવતીએ એસીડ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા હાલ તેણીને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવી છે. આ ઘટનાની જાણ થતા એ ડીવીઝન પોલીસે તરુણી અને તેમનાં વાલીનુ નીવેદન નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમા મવડી વિસ્તારમા રહેતી 19 વર્ષની યુવતીએ ગઇકાલે બપોરનાં સાડા બાર વાગ્યે મહાનગર પાલીકા ચોક નજીક આવેલા કોમ્પ્લેક્ષમા એસીડ પી લેતા તેમને ગંભીર હાલતમા સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવી હતી. આ ઘટનાની હોસ્પીટલ ચોકીનાં સ્ટાફે એન્ટ્રી નોંધી એ ડીવીઝન પોલીસ મથકને જાણ કરવામા આવતા પોલીસ સ્ટાફ સિવીલ હોસ્પીટલે પહોંચી ગયો હતો અને આ સમયે પોલીસને જાણવા મળ્યુ હતુ કે યુવતી રાજકોટની ભાગોળે આવેલી એક કોલેજમા અભ્યાસ કરે છે અને તેનાં પિતા મજુરી કામ કરે છે.
યુવતી તેમનાંથી બે વર્ષ નાના 17 વર્ષનાં અને 11 મા ધોરણમા ભણતા તરુણનાં સંપર્કમા 3 મહીના પહેલા આવી હતી. ત્યારબાદ બંને ઇન્સ્ટાગ્રામ થકી વાતચીત કરતા હતા અને મળતા હતા. બાદમા બંને વચ્ચે ગાઢ પ્રેમ સબંધ બંધાયો હતો. ત્યારબાદ બંનેની જ્ઞાતી અલગ હોવાથી પરીવારજનો સ્વીકારશે નહી તેવો ડર યુવતીને લાગ્યો હતો. જેથી તેમણે એસીડ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
