રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનારને ઝડપી વળતર અપાવવા કલેક્ટરનો આદેશ

05:30 PM Feb 07, 2024 IST | Bhumika
Advertisement

અકસ્માત કરનાર વાહનની ઓળખ ન થઈ હોય તો એક મહિનામાં પોલીસ રીપોર્ટના આધારે કાર્યવાહી કરવી

Advertisement

રાજ્યના ધોરીમાર્ગો પર સર્જાતા હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનારને ઝડપી ન્યાય અને વળતર મળી રહે તે માટે ગઈકાલે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી રેવન્યુ ઓફિસરોની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એક મહિના સુધી અકસ્માત કરનાર વાહનની ઓળખ ન થાય તો તેના માટે પોલીસ તપાસના અહેવાલના આધારે ભોગ બનનારને વહેલામાં વહેલી તકે વળતર મળી રહે તે માટે ખાસ સુચના આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને ગઈકાલે રેવન્યુ ઓફિસરોની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ત્રણ મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી. હિટ એન્ડ રન કેસ, ચૂંટણીની કામગીરી અને મહેસુલની ઉઘરાણી તેમજ ડિમોલીશનની કાર્યવાહી ઝડપી કરવા તમામ મામલતદારોને આદેશ આપવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ સૌ પ્રથમ વખત હિટ એન્ડ રનના કેસમાં મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કોઈપણ સ્થળે કોઈ વાહન અકસ્માત સર્જીને નાસી જાય ત્યારે આવા હિટ એન્ડ રનના કેસમાં એક મહિના સુધી વાહનની ઓળખ ન થાય તો પોલીસ તપાસનો અહેવાલ મંગાવી તેના આધારે ભોગ બનનારાઓને તાકીદે વળતર મળી રહે તેવી ગોઠવણ કરવા તમામ મામલતદારોને ખાસ આદેશ આપ્યા છે.
હિટ એન્ડ રનના કેસમાં વાહન ચાલકોના મૃત્યુ થતાં હોવાના તેમજ અકસ્માતમાં ગંભીર ઈજા થતી હોય આવા કેસમાં વિમા કંપની અકસ્માત સર્જનાર વાહન ચાલકની ધરપકડ ન થાય કે તેની ઓળખ ન થાય ત્યાં સુધી કલેઈમ પાસ થતા ન હોય જેના કારણે ભોગનનારોને પડયા ઉપર પાટુ આવતું હોય આવા કેસમાં ભોગ બનનારને ઝડપી વળતર મળી રહે તે માટે દરેક વિમા કંપનીઓને પણ ખાસ તાકીદ કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot collectorrajkot news
Advertisement
Next Article
Advertisement