રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મતદાન જાગૃતિ માટે કલેકટરનું કોફી વીથ પુજારા

05:01 PM Mar 29, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે એક તરફ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ વહીવટી તંત્ર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યો છે અને સાથોસાથ લોકોમાં મતદાન અંગે જાગૃતતા આવે અને સૌથી વધુમાં વધુ મતદાન થાય તે માટેના અનેક કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે. જેમાં આવતા સપ્તાહે કલેકટરનું ‘કોફી વીથ ચેતેશ્ર્વર પુજારા’નું આયોજન કરવામાં આવ્યું છે.
લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ચૂંટણી માટેના તમામ સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા મતદાન કેન્દ્રો અને મતગણતરી કેન્દ્રની પણ મુલાકાત લઈ તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

બીજી બાજુ ચૂંટણી પંચના આદેશથી આ વખતે વધુમાં વધુ મતદાન થાય તે માટેના તમામ પ્રયાસો કરવા જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીઓને ખાસ સુચના આપવામાં આવી છે જેમાં બેલેટ પેપરથી સરકારી કર્મચારીઓનું 100 ટકા મતદાન કરાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

લોકોમાં મતદાન અંગે જાગૃતતા આવે અને યુવાનો વધુમાં વધુ મતદાન કરે તે માટે નોડલ ઓફિસર દ્વારા ચૂંટણીમાં મતદાન અંગે જાગૃતતા આવે તે માટેના અલગ અલગ કાર્યક્રમો ઘડી કાઢયા છે જેમાં આવતા સપ્તાહે જિલ્લા કલેકટર પ્રભવ જોષીનું ‘કોફી વીથ ચેતેશ્ર્વર પુજારા’નો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. ક્રિકેટર ચેતેશ્ર્વર પુજારા રાજ્ય કક્ષાએ ચૂંટણી પંચનો બ્રાન્ડ એમ્બેસેડર છે.
ત્યારબાદ રાજકોટના બિન રાજકીય મહાનુભાવો સાથે પણ અલગ અલગ તારીખ અને સમયે કલેકટર સાથે મતદાન જાગૃતિ અંગે ગોષ્ઠિ રાખવામાં આવશે જેમાં રાજકોટનાં અખબારોના તંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

ચૂંટણી પંચ દ્વારા યુવાનોમાં મતદાન અંગે જાગૃતતા આવે તે માટે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ દરેક કોલેજોમાં પવિત્ર મતદાન કરવા ખાસ તાકીદ કરવામાં આવી હતી અને તે અંગેના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતાં.

Tags :
Collector's coffee with Pujaragujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement