For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભેદી તાવ સામે કલેકટર તંત્ર એકશન મોડમાં

05:48 PM Dec 12, 2023 IST | Bhumika
ભેદી તાવ સામે કલેકટર તંત્ર એકશન મોડમાં

રાજકોટ શહેર જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં દવાનો સ્ટોક અને બેડ સહિતની સુવિધાની તૈયારી કરી લેવા આદેશ :પ્રાંત અધિકારીને જવાબદારી સોંપાઈ

Advertisement

ચીનમાં આવેલા ભેદી વાયરસની ઝપટમાં બાળકો ચડી રહ્યાં છે ત્યારે ભારતમાં પણ આ ભેદી વાયરસ પગ પેસારો કરે તેવી દહેશતને પગલે કેન્દ્ર સરકારના આદેશથી તમામ જિલ્લા કલેકટરોને તૈયારીઓ કરી લેવા આદેશ આપવામાં આવ્યા છે જેના પગલે રાજકોટ કલેકટર દ્વારા ભેદી તાવ સામે તંત્રને સાબદુ કરી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
કોરોના મહામારીની ઉત્પતિ ચીનમાં થયા બાદ સમગ્ર વિશ્ર્વને ઝપટમાં લઈ લીધું હતું જેના કારણે અસંખ્ય લોકોએ કોરોના મહામારીમાં જીવ ગુમાવ્યા હતાં અને ત્રણ વર્ષ સુધી લોકડાઉન સહિતની કડક અમલવારી કરવામાં આવી હતી. કોરોના વાયરસ અત્યારે નાબૂદ થઈ ગયો છે ત્યારે ચીનમાં ફરી એક નવા વાયરસે ઉપાડો લીધો છે.

ચીનમાં નાના બાળકોમાં ભેદી તાવના કારણે બાળકો ટપોટપ મોતને ભેટી રહ્યાં છે આ ભેદી વાયરસની સારવાર પણ હજુ કારગત નિવડી નથી ત્યારે આ વાયરસ ભારતમાં પણ પગપેશારો કરે તેવી દહેશત હોય કેન્દ્રના આરોગ્ય મંત્રીના આદેશથી તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ આપી ભેદી વાયરસ આવે તો તંત્ર ઉંઘતું પકડાઈ નહીં તે માટે તમામ કામગીરી પૂર્ણ કરી લેવા આદેશ આપ્યો છે.
જેના પગલે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા રાજકોટ શહેર જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય તંત્રમાં ભેદી વાયરસ સામે લડવાની સંપૂર્ણ તૈયારી છે કે કેમ ? તે અંગેનું ચકાસણી કરવા પ્રાંત અધિકારીઓને સુચના આપી છે.

Advertisement

બીજી બાજુ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ તેમજ જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં દવાનો પુરતો સ્ટોક કરી લેવા, બેડની વ્યવસ્થા ઉભી કરવા, અલગ વોર્ડ ઉભો કરવા, ઓક્સિજનના બાટલાની તૈયારી કરી લેવા સહિતની કામગીરીઓ પૂર્ણ કરી લેવા આદેશ આપવામાં આવ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલ સહિતના સરકારી દવાખાનામાં ભેદી વાયરલ સામે તંત્ર સાબદુ બની ગયું છે અને તમામ સરકારી હોસ્પિટલોમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement