તાલુકા-નગરપાલિકાની ચૂંટણી ખર્ચની ગ્રાન્ટ માગતા કલેક્ટર
05:31 PM Feb 12, 2025 IST | Bhumika
Advertisement
આગામી તા. 16 ફેબ્રુઆરીના રોજ રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ થઈને કુલ પાંચ નગરપાલિકા તથા ગોંડલ, ઉપલેટા, જેતપુર અને જસદણ થઈને કૂલ 6 તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાશે. તેમજ પાંચ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે.
રાજકોટ કલેકટર પ્રભાવ જોશી દ્વારા ચૂંટણી પંચ 80 લાખ રૂૂપિયાની માંગ માંગ કરી છે. પાંચ નગરપાલિકાની ચૂંટણીઓમાં કૂલ 168 બેઠકો તેમજ તાલુકા પંચાયતની 6 બેઠકોની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં એક બુથ દીઠ25,000 થી પણ વધુ ખર્ચો થવા જઈ રહ્યો છે જેને લઇ કલેક્ટર દ્વારા રાજ્ય ચૂંટણી પંચ પાસે 80 લાખ રૂપિયાની ગ્રાન્ટ માગવામાં આવી છે.
Advertisement
Advertisement