For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વન નેશન વન રેશન તથા અંત્યોદય રેશનકાર્ડ કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર

04:22 PM Oct 18, 2025 IST | Bhumika
વન નેશન વન રેશન તથા અંત્યોદય રેશનકાર્ડ કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પી.એમ. પોષણ યોજના અંગેની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટર ડો. ઓમ પ્રકાશે વિવિધ કામગીરીઓ સંદર્ભે સંબંધિત અધિકારીઓને જરૂૂરી સૂચનાઓ આપી હતી.

Advertisement

બેઠક દરમિયાન કલેક્ટરે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ અને અગ્રતા ધરાવતા કુટુંબોને આવશ્યક ચીજવસ્તુઓ ઘઉં, ચોખા, બાજરીના વિતરણ, વન નેશન, વન રાશન કાર્ડ યોજના અંતર્ગત થયેલી કામગીરી, તાલુકા પ્રમાણે વાજબી ભાવની દુકાનોની સંખ્યા અને તેની તપાસ, ગઋજઅ હેઠળ ઇ-કે.વાય.સી.ની કામગીરી, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસણી, સીઝર વાજબી ભાવની દુકાનો સહિતની બાબતોની વિગતવાર સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહે સડે

લા અનાજના મુદ્દે ફરી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે કલેક્ટરને જણાવ્યું હતું કે અગાઉ પણ અનેક વખત સડેલા અનાજ અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હજી પણ ઘણી બધી સરકારી સસ્તા અનાજની દુકાનોમાં સડેલું અનાજ અને હલકી કક્ષાનો અનાજ મળી રહ્યો છે. અધિકારીઓ માત્ર તપાસનું નાટક જ કરે છે તેમણે રજૂઆતની ગંભીરતા લઈ તાત્કાલિક સંસ્થાઓ, દુકાનો અને અન્ય વિતરણ કેન્દ્રોની ચકાસણી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Advertisement

તેમજ વારંવાર સર્વર ડાઉન થવાના મુદ્દે પણ બેઠકમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જોકે, અધિકારીઓ દ્વારા આ અંગે હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા અને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ પ્રશ્ન ગાંધીનગર સ્તરેથી છે. આનું નિરાકરણ સ્થાનિક (લોકલ) લેવલથી કોઈપણ સંજોગોમાં આવી શકે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement