For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટા મોજ નદીના પુલ પરથી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા કલેક્ટર

12:36 PM Mar 23, 2024 IST | Bhumika
ઉપલેટા મોજ નદીના પુલ પરથી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા કલેક્ટર
  • અવરજવર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થારૂપે ટ્રાફિક ડાઈવર્ટ કરાશે

ઉપલેટા શહેરના ધોરાજી રોડ પર આવેલ મોજ નદી પર ગોંડલ સ્ટેટના પ્રજાવત્સલ રાજા સર ભગવસિંહજી બાપુ દ્વારા 100 વર્ષ કરતા પણ વધારે જુના પુલના નિરક્ષણ અને રિપોર્ટ બાદ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે. આ પુલનું થોડા સમય પહેલા શ્રી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સુરત દ્વારા નિરીક્ષણ અને સ્ટેબિલિટી રિપોર્ટ બાદ વધારે વજન ધરાવતા ભારે વાહનો માટે આવક જાવક પર પ્રતિબંધ માટે જાહેરનામુ બહાર પાડ્યું છે.

Advertisement

ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી ધોરાજી નેશનલ હાઈવે તરફ જતા વચ્ચે મોજ નદી પર આવેલા સો વર્ષ કરતાં પણ વધારે સદી પુરાણા પુલનો સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી રિપોર્ટ કર્યા બાદ આ પુલ પરથી ભારે વાહનો માટે જોખમકારક હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. જેથી આ પુલને રાજકોટ જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે ત્યારે એ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ધોરાજીના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જયેશ લીખીયા દ્વારા તા. 20/3/2024 ની દરખાસ્તથી ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલ નાગનાથ ચોકથી ધોરાજી હાઇવે તરફ જતા રસ્તામાં આવતા મોજ નદી પરનો પુલ શ્રી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સુરત દ્વારા નિરીક્ષણ અને સ્ટેબિલિટી રિપોર્ટ આપવામાં આવેલ હતો જેમાં ગત તા. 25/1/2024 ના રિપોર્ટ મુજબ આ મોજ નદી ભારે માલ સામાન ભરેલ ટ્રકો, ટ્રેઈલર્સ, ટેન્કરો, મોટી બસો જેવા ભારે વાહનોના ટ્રાફિકને તાત્કાલિક નજીકના અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવા તેમજ પુલના સમારકામ/સ્ટ્ેન્થનીંગ કર્યા બાદ પણ માત્ર કાર, એમ્બ્યુલન્સ, મીની બસો વગેરે જેવા ઓછા વજનના વાહનો માટે જ ખુલ્લો રાખી શકાય તેમ હોવાનું જણાવેલ હોય જે અન્વયે મોજ નદી ઉપર ભારે વાહનોની અવરજવર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેતી હોવાથી આ પુલ ઉપર ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમ ઘેટીયાની એક યાદીમાં જણાવ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement