ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાડાની જમીન ખેતીની ગણી ખાતેદાર ખરાઇ દાખલો માન્ય રાખવા કલેક્ટરે કર્યો હુકમ

05:20 PM May 29, 2025 IST | Bhumika
Advertisement

જસદણ તાલુકા બળધોઈ ગામે ખાતેદાર ખરાઈ મામલે જમીન વેચાણ વ્યવહારની નોંધ રદ થવા સામેની અપીલ નાયબ કલેક્ટરે રદ કરવા સામેની રિવિઝન અરજી રાજકોટ જિલ્લા કલેકટરે મંજૂર કરી અરજદારની વાડાની જમીન ખેતીની જમીન ગણીને ખાતેદાર ખરાઈ દાખલો માન્ય રાખવા હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ, જસદણ તાલુકાના બળધોઈ ગામની હકકપત્રકની દાખલ થયેલ વેચાણ વ્યવહારની નોંધ કરવા સંબંધે રતિલાલ ટીટીયા દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં ખાતેદાર ખરાઈનો દાખલો રજુ ન કરતા વેચાણની નોંધ રદ કરાઈ હતી.

Advertisement

આથી અરજદાર દ્વારા જસદણ નાયબ કલેકટર સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી, જે કેસમાં અરજદાર તાલાલાના આંબળાસ ગામે પોતાની જમીન ધરાવે છે, તેવી રજૂઆત બાદ તપાસમાં તે જમીનો વાડાની જમીન સંયુક્ત ખાતે હોવાથી અને 7,12ની ખરાઈ કરતા જમીનમાં વાવેતર થતું ન હોય માત્ર વાડા તરીકે જમીનનો ઉપયોગ થતો હોવાથી અરજદારને ખેડુત ખાતેદાર ગણી શકાય નહી તેવો જસદણ નાયબ કલેકટર દ્વારા હુકમ કરાયો હતો. જે હુકમથી નારાજ થઈ અરજદાર રતીલાલ ટીટીયાએ રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ બોમ્બે લેન્ડ રેવન્યુ જોગવાઈ મુજબ અપીલ/રિવિઝન દાખલ કરવામાં આવી હતી.

તેમાં અરજદારના એડવોકેટની 2જુઆતમા સૌરાષ્ટ્ર લેન્ડ રિફોર્મસ એકટ 1951ના પ્રકરણ એકમાં કલમ-2માં થયેલ ખેતીની જમીનની વ્યાખ્યામાં કઈ કઈ જમીન આવી શકે તેની કાયદાકીય વિગતો રજુ કરતા તેમજ લેન્ડ રેવન્યુ કોડની કલમ-16, 17, 25માં દર્શાવ્યા ખાતેદાર પખાતુથ અને પસહ ખાતેદારથ ની વ્યાખ્યા ધ્યાને લઈ રાજકોટ જિલ્લા કલેકટરે અરજદારની રિવિઝન અરજી મંજુર કરી, જસદણ નાયબ કલેકટરનો હુકમ રદ કરીને વાડાની જમીન ખેતીની જમીન ગણવા હુકમ ફરમાવ્યો છે. આ કામમાં અરજદારના એડવોકેટ દ્વારા બોમ્બે લેન્ડ રેવન્યુ જોગવાઈઓ તથા સૌરાષ્ટ્ર લેન્ડ રિફોર્મસ એકટની જોગવાઈઓ તથા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓને રજુ રાખવામાં આવ્યા હતાં. આ કામમાં અરજદાર તરફે એડવોકેટ આનંદ બી. જોષી, જતીન વી. ઠકકર, અતુલ મહેતા, વિજય ભટ્ટ, સંદિપ ડી. પાનસુરીયા, હિત અવલાણી, દેવાંગ વિ. ભટ્ટ તથા નયન વડગામા રોકાયા હતા.

Tags :
gujaratgujarat newsJasdanJasdan newslamd
Advertisement
Next Article
Advertisement