For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધરોહર લોકમેળાના પ્રારંભે સ્થળ નિરીક્ષણ કરતા કલેક્ટર

03:31 PM Aug 24, 2024 IST | Bhumika
ધરોહર લોકમેળાના પ્રારંભે સ્થળ નિરીક્ષણ કરતા કલેક્ટર
Advertisement

આવતી કાલથી રાજકોટનો લોકમેળો શરુ થવા જઈ રહ્યો છે. ત્યારે કલેકટર શ્રી પ્રભવ જોશી, અમલીકરણ સમિતિની ટીમ, ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓએ મેળાના સુચારુ આયોજન અંગે સ્થળ મુલાકાત કરી હતી. કલેકટરએ મેઈન એન્ટ્રી ગેટ, સ્ટેજ, સરસ મેળો, વોક-વે અને સ્ટોલ્સની કામગીરી નિહાળી હતી. તેમજ મેળામા કોઈ પણ પ્રકારની ક્ષતિ ના રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મેળામાં લોકો શાંતિથી ફરી શકે તે માટે અને રસ્તામાં તેમને કોઈ પણ અડચણ ના રહે તેની ખાસ તકેદારી રાખવા અને લાઇટિંગ, એલ.ઈ.ડી. સ્ક્રીન, પોલીસ બંદોબસ્ત અંગે જવાબદાર અધિકારીઓને બારીકાઈથી સમયબધ્ધ કામગીરી પૂર્ણ કરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ પૂર્વે મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો ડિઝાસ્ટર વિભાગ કેવી રીતે સમયસર કામગીરી કરશે તે અંગે મોકડ્રિલ પણ યોજાઈ હતી. જેમાં ફાયર, 108, પોલીસ સહિતના વિભાગો જોડાયા હતાં.
મેળામાં ઉપસ્થિત થઈ શકતી કોઈ પણ પ્રકારની સંભવિત દુર્ઘટનાને પહોંચી વળવા ડિઝાસ્ટર ટીમ ઉપરાંત એન.ડી.આર.એફ.ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આજરોજ 30 જવાઓ સાથે આ ટીમ સ્થળ પર પહોંચી ચુકી છે. મુલાકાત સમયે અધિક નિવાસી કલેકટર ચેતન ગાંધી, પ્રાંત અધિકારી ચાંદની પરમાર. એસ.સી.પી.રાધિકા બારાઈ, એ.સી.પી. ગઢવી. આરોગ્ય, 108, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ સહિતના વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement