For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દરિયા કિનારે ડ્રગ્સ બાદ ડિઝલ પર તવાઇ, 2200 લીટર શંકાસ્પદ જથ્થો પકડતા કલેક્ટર

12:36 PM Mar 26, 2024 IST | Bhumika
દરિયા કિનારે ડ્રગ્સ બાદ ડિઝલ પર તવાઇ  2200 લીટર શંકાસ્પદ જથ્થો પકડતા કલેક્ટર
  • 3 બોટ પરના જથ્થાને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગુજરાત દેશનો સૌથી મોટો લાંબો દરિયાઈ કિનારો ધરાવે છે અને દરિયા કિનારા પરથી છેલ્લા થોડા સમયથી શંકાસ્પદ વસ્તુઓ મળવાની ઘટનાઓ અને બીનાઓ તાજેતરમાં ધ્યાનમાં આવી છે. ત્યારે, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ટીમ દ્વારા દરિયાઈ સુરક્ષાને પ્રાધાન્ય આપીને દરિયા કિનારે થતી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

Advertisement

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સૂચના અને સીધી દેખરેખ હેઠળ જિલ્લા કલેકટરની ટીમ દ્વારા આ અન્વયે કોડિનાર તાલુકાના મૂળદ્વારકા બંદર પર ગેરકાયદેસર શંકાસ્પદ ડિઝલની હેરાફેરી થતી હોવાની શંકાના આધારે મૂળદ્વારકા બંદર પરથી કુલ 70 થી વધારે બોટની તપાસ હાથ કરવામાં આવી હતી. જેમાંથી 3 બોટ શંકાસ્પદ જણાતા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
આશરે રૂૂ. 15 લાખની કિંમતની આ 3 બોટો પરથી આશરે 2,230 લીટર ડિઝલ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેની અંદાજિત કિંમત રૂૂ.2,14,080 થવા જાય છે. જ્યારે મુદ્દા માલ સહિતની કિંમત રૂૂ.17,59,080 થવા જાય છે.

કલેકટરતંત્રની સજાકતાને કારણે ગઈકાલે જ ખનીજ ચોરી પકડી પાડવામાં આવી હતી અને આજે ફરી એકવાર શંકાસ્પદ રીતે સંગ્રહિત ડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને જે બોટ પરથી આ જથ્થો મળી આવ્યો હતો તેને પણ સીઝ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement