રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોલ્ડપ્લેનો ક્રેઝ: 1.67 લાખ ટિકિટો વેચાઇ, 3825 જવાનોનું સુરક્ષાકવચ

12:12 PM Jan 23, 2025 IST | Bhumika
Advertisement

અમદાવાદમાં તા.25-26ના રોજ યોજાનાર લાઇવ કોન્સર્ટ માટે અભૂતપૂર્વ વ્યવસ્થા, દેશભરમાંથી શોખીનો આવશે, પાંચ વર્ષથી નાના બાળકોને નો એન્ટ્રી

Advertisement

અમદાવાદ શહેરમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન થવાનું છે. આ કોન્સર્ટનું આયોજન વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. કોલ્ડપ્લે કોન્સર્ટનો યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે અને આ દિવસે એક લાખ લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી શકે છે. ત્યારે લોકોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે પણ પોતાનો પ્લાન તૈયાર કરી લીધો છે. બીજી તરફ આ બે શો માટે 1.87 લાખ ટિકિટો વેંચાઇ છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 59310 અને ગોવામાં 48 હજારથી વધુ વેંચાઇ છે. દેશભરમાં ટિકિટો વેંચાઇ છે.
અમદાવાદમાં યોજાનાર આ મેગા ઈવેન્ટ પહેલા અમદાવાદ પોલીસ પણ તૈયારી કરી રહી છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે અમદાવાદ પોલીસની સાથે એનએસજી કમાન્ડો પણ જોડાશે. કુલ 3825 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં એક લાખ લોકો આવે તેવી સંભાવના છે. તેને જોતા સ્ટેડિયમ પર કામચલાઉ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ માટે લોકોની ભારે ભીડ જોવા મળશે. અમદાવાદ પોલીસે આપેલી માહિતી પ્રમાણે પાંચ વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સિવાય સ્ટેડિયમ તરફ જતા કેટલાક રસ્તાઓ પણ બંધ રાખવામાં આવશે. લોકો આ દરમિયાન વૈકલ્પિક રૂૂટનો ઉપયોગ અવર-જવર માટે કરી શકશે.

અમદાવાદ પોલીસે જણાવ્યું કે બપોરે 2 કલાકથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. આ કોન્સર્ટ રાત્રે 10 કલાક સુધી ચાલશે. લોકોને એરપ્લગ આપવામાં આવશે. મહિલા પોલીસ પણ સુરક્ષામાં રહેશે. અમદાવાદ પોલીસે કહ્યું કે જનપથ ચાર રસ્તાથી સ્ટેડિયમ તરફ જતો માર્ગ બંધ રહેશે. અમદાવાદ પોલીસે કહ્યું કે તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત જનપથથી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધ રાવળ સર્કલ સુધી અવરજવર માટે વૈકલ્પિક રૂૂટનો ઉપયોગ કરી શકશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો બપોરે 2 કલાકથી પ્રવેશ મેળવી શકશે. કોન્સર્ટ સાંજે 5.10 કલાકે શરૂૂ થશે. લોકો પોતાની સાથે મોબાઈલ ફોન, પાવરબેંક અને બેગ લઈ જઈ શકે છે. કોન્સર્ટ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની વ્યવસ્થા ફ્રીમાં કરવામાં આવી છે.

આ રીતે છે બંદોબસ્તની વ્યવસ્થા

DCP 14, ACP 25, PI 63, PSI 142, પોલીસકર્મી 3581, QRT ટીમ 3, NSG ટીમ 1, SDRF 1, BDDS 10, CCTV વાન 2, વેગેઝ સ્કેનર 2, ડીટેક્ટર 400

મુંબઈ-અમદાવાદ એરફેર 22000ને પાર, ટ્રેનમાં વેઈટિંગ
કોલ્ડપ્લે કોન્સર્ટના કારણે મુંબઈ, બેંગલુરૂ, હૈદરાબાદથી અમદાવાદ આવવા માટેના વિમાની ભાડામાં તોતિંગ વધારો થયો છે. મુંબઈથી અમદાવાદની અનેક ટ્રેનમાં પણ 300થી વધુનું વેઇટિંગ છે. તેમજ મુંબઈ-અમદાવાદનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં 2800 રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ, 25 જાન્યુઆરીના દિવસે, જ્યારે કોલ્ડપ્લેનો કોન્સર્ટ છે ત્યારે વન-વે એરફેર રૂપિયા 10,800 થી 22 હજાર રૂપિયા થઈ ગયું છે. અમદાવાદ આવવા માટે ટ્રેનની ટિકિટ માટે પણ ભારે પડાપડી થઈ રહી છે. 26 જાન્યુઆરીએ વંદે ભારતમાં 345, શતાબ્દી એક્સપ્રેસમાં 286, તેજસ એક્સપ્રેસમાં 88, કર્ણાવતી એક્સપ્રેસમાં 118 અને ડબલ ડેકરમાં 127 જેટલું વેઇટિંગ છે. ભારે ઘસારાને ધ્યાનમાં રાખી રેલવે વિભાગ દ્વારા બે સ્પેશિયલ ટ્રેન દોડાવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 24 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યે અમદાવાદથી રવાના થઈને સવારે 4:20 વાગ્યે બાન્દ્રા પહોંચશે. આ જ પ્રકારે બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરીએ બાન્દ્રા ટર્મિનસથી સવારે 5:35 વાગ્યે રવાના થઈને એ જ દિવસે બપોરે 1:45 વાગ્યે અમદાવાદ પહોંચશે.

 

Tags :
AhmedabadAhmedabad newsColdplaygujaratgujarat news
Advertisement
Next Article
Advertisement