અનેક વિવાદો વચ્ચે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટોનું વેચાણ ફરી શરૂ
હાઉસફુલની જાહેરાત બાદ બુક માય શો ઉપર રૂા.6500 અને 25000ની ટિકિટોના બે સ્લોટ અચાનક ખુલ્યા, પ્રેસિડેન્સિયલ ગેલેરી પણ હજુ ખાલી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને વધુ એક અજુગતી બાબત સામે આવી છે. થોડા દિવસ અગાઉ bookmyshow પર કોન્સર્ટની બંને દિવસની ટિકિટો સોલ્ડ આઉટ બતાવતી હતી. ગઈકાલે સાંજથી ફરી bookmyshow પર ટિકિટ બુકિંગ માટેના 6500 અને 25000ના બે સ્લોટ ખુલ્લા બતાવી રહ્યા છે, એટલે કે જે લોકો આ કોન્સર્ટંમાં જવા ઈચ્છતા હોય તેઓ આ બંને સ્લોટમાંથી એકમાં ટિકિટ બુક કરીને કોન્સર્ટની મજા માણી શકે છે.
જોકે આ કોન્સર્ટને લઈને અગાઉ અનેક પ્રકારના વિવાદ સર્જાઈ ચૂક્યા છે. ટિકિટ વેચાણ કરતાં પ્લેટફોર્મ bookmyshow દ્વારા કોન્સર્ટમાં આવનારા પ્રેક્ષકોને પાર્કિંગ માટે સુવિધા મળશે નહિ એવું જણાવાયું હતું. જોકે, બીજી તરફ આ બ્રિટિશ બેન્ડની પબ્લિક રિલેશન કંપનીએ એવું જાહેર કર્યું હતું કે, જે લોકો પોતાના ફોર વ્હીલર અથવા ટુ વ્હીલર વાહન લાવવાનું ઇચ્છે છે, તેમના માટે ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન પર સ્થળ નજીકના નિર્ધારિત પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સ્ટેડિયમ પર સાઇટ પર કોઈ પાર્કિંગ ઉપલબ્ધ નથી, પરંતુ કોન્સર્ટમાં હાજરી આપનારા માટે અનુકૂળ વ્યવસ્થા કરવામાં આવશે.
શો માય પાર્કિંગ એપ્લિકેશન મારફતે તેમના પાર્કિંગ સ્લોટ બુક કરશે, તેઓ માટે સ્ટેડિયમ સુધી જવા માટે મફત શટલ સેવાનું પણ આયોજન કરાયું છે. ઓફિશિયલ માહિતી છે જેમાં નશો માય પાર્કિંગથ એપ્લિકેશન પર તમારું પાર્કિંગ બુક કરવાની લિંક પણ શામેલ છે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારા તમામ લોકોને આગ્રહ કરીએ છીએ કે તેઓ પોતાનું પાર્કિંગ બુક કરી લે.
તદુપરાંત અઠવાડિયા અગાઉ જ bookmyshow પર આ કોન્સર્ટને લગતી માહિતીનું પેજ જ ગાયબ થઈ ગયું હતું. શોની તમામ માહિતી જ ડિલિટ થઈ ગઈ હતી. ત્યારે શોના 10 દિવસ અગાઉ bookmyshow પર ટિકિટ બુકિંગ શરૂૂ બતાવતાં લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે કે આ કોન્સર્ટમાં જવું કે ન જવું? ટિકિટ બુક કરવી કે ન કરવી? bookmyshow પર હાલ 6,500ની સામાન્ય અને 25,000ની પ્રેસિડેન્શિયલ ગેલરીની ટિકિટ મળી રહી છે. આ બંને ટિકિટો હાલ ઓનલાઇન મળી રહી છે. 25 તારીખની બંને ટિકિટ મળી રહી છે. જ્યારે 26 જાન્યુઆરીની પ્રેસિડેન્શિયલ ગેલરીની ટિકિટ મોટા ભાગની વેચાઈ ન હોવાથી એ પણ મળી રહી છે.
અગાઉ જે ટિકિટ સોલ્ડ આઉટ બતાવતી હતી એ જ ટિકિટ હવે ફરીથી મળવાની શરૂૂ થઈ છે. જોકે અગાઉના વિવાદોને કારણે હવે લોકો કોલ્ડપ્લેની ટિકિટ ઓછી ખરીદી રહ્યા હોવાની ચર્ચા છે.રેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અગાઉ ઈંઙક અને અન્ય મેચ પણ સ્ટેડિયમમાં યોજાઈ છે અને એની ટિકિટો લેવા માટે ચાહકોમાં અંતિમ દિવસ સુધી પડાપડી રહેતી હોય છે. ચાહકો બેથી ત્રણ ગણા ભાવ ચૂકવીને પણ ટિકિટ ખરીદતા હોય છે. એની સરખામણીએ કોલ્ડપ્લે કોન્સર્ટના દસ દિવસ અગાઉ પણ ટિકિટોના બે સ્લોટ હજુ પણ ખાલી બતાવતા એવું લાગી રહ્યું છે કે લોકો કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ લેવામાં ઓછો રસ દાખવી રહ્યા છે.
6,500ની ટિકિટમાં તો લોકોને જનરલ સુવિધા જ મળશે, પણ જે લોકોએ 25 હજારની પ્રેસિડેન્શિયલ ગેલરીની ટિકિટ બુક કરી છે તેમને ટઈંઙ સુવિધાઓ મળશે. આ લોકોને અલગથી પાર્કિંગ ઝોન, પ્રીમિયમ ફૂડ, એરકંડિશનર લોબી, સ્પેશિયલ રેસ્ટરૂૂમ, ટઈંઙ એન્ટ્રીની સાથે પિકઅપ અને ડ્રોપઓફ ઝોનની સુવિધાઓ આપવામાં આવશે, જોકે આ ટિકિટો જૂજ લોકો દ્વારા જ બુક કરવામાં આવી છે.