સિઝનની સૌથી ઠંડી રાત્રી: નલિયામાં 3.40, રાજકોટમાં 7.30
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે. ઉત્તર પૂર્વથી ઠંડા પવનો ફૂંકાવાના કારણે ગુજરાત સહિત મેદાની રાજ્યોમાં શીત લહેર પ્રસરી છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં કાતિ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાડથીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. ત્યારે ગુજરાતમાં સરેરાશ 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 3 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. જ્યારે મેટ્રો સીટી અમદાવાદ અને ગાંધીનગરમાં શીત લહેર યથાવત રહી છે.
ગુજરાતમાં અત્યારે જોરદાર ઠંડી પડી રહી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 13 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. મંગળવારે રાત્રે રાજ્યમાં 3.2 ડિગ્રીથી 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 3.4 ડિગ્રી પહોંચી ગયો હતો. જ્યારે રાજકોટમાં 7.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજકોટ, નલીયામા સિઝનનુ સૌથી ઓછુ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ઠંડીએ લોકોને ઠુંઠવાયા છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો કહેર યથાવત રહ્યો છે. સતત બીજા દિવસે અમદાવાદમાં 12.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 8.8 ડિગ્રી, ભુજમાં 9.2 ડીગ્રી, વડોદરામાં 11.7 ડીગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયુ હતું.
રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ગુજરાતમાં હજી પણ કાતિલ ઠંડીનું મોજું યથાવત રહેશે. ત્યારબાદ 2-3 ડિગ્રી તાપમાન ઉચકાવવાની હવામાન વિભાગે અનુમાન લગાવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરીથી ઠંડી વધશે.
હજુ બે દિવસ કાતિલ ઠંડી રહેશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, 48 કલાક પડશે કાતિલ ઠંડી, પછી તાપમાનમાં વધારો થશે, આગામી સાત દિવસ સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી. જો કે, ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.
કયા શહેરમાં કેટલી ઠંડી ?
નલીયા 3.4
રાજકોટ 7.3
ડીસા 8.8
ભુજ 9.2
વડોદરા 11.4
અમરેલી 11.7
પોરબંદર 12.0
અમદાવાદ 12.1
કંડલા 12.4
ભાવનગર 12.6
દ્વારકા 13.8