ગુજરાતમાં ફરી ઠંડીનો રાઉન્ડ, 10થી 12 કિ.મી.ની ઝડપે પવન
રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂૂ થયો છે. જેમાં રાજ્યમાં પવનની ગતિમાં વધારો થયો છે. 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો છે. 9 ફેબ્રુ.થી ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી છે. અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાનું અનુમાન છે.
ગઇકાલથી શહેરમાં પવનની ગતિમાં વધારો થયો છે. આજે મિશ્ર ઋતુ રહેવાનું હવામાનનું અનુમાન છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ ફેલાઈ રહ્યું છે. દિલ્હી સહિત ઉત્તર ભારતનાં કેટલાક રાજ્યોમાં ઠંડા પવનના સૂસવાટાભેર ફૂંકાઇ રહ્યા છે. તેથી ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંડીગઢ, હરિયાણા અને દિલ્હીના વિવિધ વિસ્તારોમાં શીત લહેરની સંભાવના છે.
ગુજરાતમાં પણ ઠંડી વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. આ સાથે અંબાલાલ પટેલે પણ ઠંડીનો રાઉન્ડ શરૂૂ થયાનું જણાવ્યુ છે. નોંધનીય છે કે, અમદાવાદમાં બુધવારે રાતથી જ ઠંડા પવનો ફૂંકાવવાના શરૂૂ થઇ ગયા છે. ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 15થી 25 કી.મી. કલાકની ગતિએ તેજ હવા ચાલવાની સંભાવના છે. ત્યારે ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઇ રહયા છે.