રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજયભરમાં ઠંડીનો ચમકારો, શુક્રવારથી હાડ થીજવતી ઠંડી

01:45 PM Nov 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગાંધીનગર 11.8 ડીગ્રી સાથે સૌથી વધુ ઠંડુ, ગુલાબી ઠંડીની મઝા માણતા લોકો

હિમાલય તરફના પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો આવ્યો છે. બે દિવસથી તાપમાનો પારો ગગડતા રાજ્યમાં પણ ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે. અમદાવાદમાં પણ પારો ગગડતા ઠંડીમાં થયો વધારો થયો છે. હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી તાપમાન સુકુ જ જોવા મળતા ઠંડી અનુભવાશે. રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે. ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. અનેક સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. તાપમાનનો પારો ગગડતા વહેલી સવારે લોકોને ઠંડીનો અનુભવ થયો.

ઠંડીથી રક્ષણ માટે લોકોએ ગરમ કપડા પહેરવાની શરૂૂઆત કરી દીધી છે. અમદાવાદના તાપમાનની વાત કરીએ તો 16 ડિગ્રી તો ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપામાન નોંધાયું છે. શિયાળાની સિઝન શરૂૂ બાદ જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જો કે, વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોનિંગ વોક માટે જતા લોકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

અંબાલાલ પટેલ કહ્યું કે, નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શકયતા રહેશે, જેના પગલે 29 નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે. 29 નવેમ્બર પછી લઘુત્તમ તાપમાન 8 થી 10 ડીગ્રી રહેવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.

ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જો કે, વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોનિંગ વોક માટે જતા લોકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

Tags :
coldCold wavegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement