પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 જવાનો ગુમ
ગુજરાતમાં આજથી મેઘરાજાએ ફરી સટાસટી બોલાવવાનું શરૂ કર્યુ છે અને અનેક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બચાવ-રાહતની કામગીરીમાં જોતરાયેલ પોરબંદર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર આજે સવારે માંગરોળ નજીકના દરિયામાં તુટી પડ્યાના અહેવાલો મળી રહ્યા છે. રાત્રે પોરબંદર નજીક હરિલીલા જહાજ દરિયામાં ફસાયું હોવાથી કોસ્ટગાર્ડ દ્વારા હેલીકોપ્ટર મોકલીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું પરંતુ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ થાય તે પહેલા જ હેલીકોપ્ટરે ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું. આ હેલીકોપ્ટર ક્રેસ થતાં તેમાં સવાર પાયલોટ સહિત ત્રણ લોકો લાપતા બન્યાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે એક ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવેલ છે. જો કે આ અંગે હજુ કોસ્ટગાર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
પરંતુ બિનસત્તાવાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાત્રે 11 વાગ્યે પોરબંદરના દરિયામાં હેલીકોપ્ટર ક્રેશ થયું છે અને યુદ્ધના ધોરણે બે એરક્રાફ્ટ અને ચાર જહાજ દરિયામાં મોકલીને શોધખોળની કામગીરી શરૂ કરવામાં આવી છે.
કોસ્ટ ગાર્ડ ના સૂત્રોએ જણાવ્યા અનુસાર આ હેલિકોપ્ટર રાત્રીના બે વાગ્યાની આસપાસ ક્રેઝ થયો હતો અને જુનાગઢ જિલ્લાના માંગરોળ દરિયાકિનારા આસપાસ ક્રેઝ થયા હોવાનું જાણવા મળ્યું છે. જેને લઇ હાલ કોસ્ટ ગાર્ડ રાઉન્ડ કોગ તેઓને શોધખણ હાથ ધરવામાં આવી રહી છે. માંગરોળ દરિયા કિનારાના 50 કી.મી આસપાસ વિસ્તારમાં સતત ટીમો દ્વારા તેમની શોધ ખોડ ધરવામાં આવી રહ્યો છે.
રાત્રે પોરબંદર નજીક હરિલીલા જહાજ દરિયામાં ફસાયું હોવાથી કોસ્ટગાર્ડ દ્વારા હેલીકોપ્ટર મોકલીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું પરંતુ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ થાય તે પહેલા જ હેલીકોપ્ટરે ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન અચાનક જ ધડાકા સાથે હેલીકોપ્ટર માંગરોળ નજીકના દરિયામાં તુટી પડ્યાના અહેવાલો મળી રહ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ આ હેલીકોપ્ટરમાં પાયલટ સહિત ચાર લોકો સવાર હતાં જે લાપતા બન્યા છે. જ્યારે એક ક્રુ મેમ્બરને કોસ્ટગાર્ડે બચાવી લીધેલ છે. અન્ય ત્રણની કોસ્ટગાર્ડની બોટો દ્વારા દરિયામાં શોધખોળ શરૂ કરવામાં આવી છે.
કોસ્ટગાર્ડના સુત્રોએ હાલ માત્ર હેલીકોપ્ટર ક્રેશ થયાનું સત્તાવાર રીતે સ્વિકાર્યુ છે અને શોધખોળ ચાલી રહ્યું જણાવ્યું છે. વિશેષ વિગતોની રાહ જોવાઈ રહી છે. કહેવાય છે કે, હેલીકોપ્ટરમાં સવાર પાયલટ સહિતના ત્રણ લોકો લાઈફ સેવીંગ જેકેટ પહેરીને દરિયામાં કુદી ગયા હોવાથી બચી જવાની પુરી શક્યતા છે.