For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્વાગતમાં ફરિયાદોનો ઢગલો થતાં કલેક્ટર-DDOને ખખડાવતા CM

05:59 PM Dec 21, 2024 IST | Bhumika
સ્વાગતમાં ફરિયાદોનો ઢગલો થતાં કલેક્ટર ddoને ખખડાવતા cm

તાજેતરમાં મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રાજ્યભરમાંથી પ્રજાજનો દ્વારા સમસ્યાનો ધોધ થયો હતો. સ્થાનિક કક્ષાએ અરજદારોને પોતાના કામમાં હાલાકી પડતી હોવાની રાવ મુખ્યમંત્રી સમક્ષ કરાઈ હતી. ગઈકાલે ગાંધીનગર ખાતે તમામ જિલ્લાનાકલેક્ટરો એન જિલ્લા વિકાસ અધિકારીની કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં તમામ જિલ્લાના સનધી અધિકાીરઓ સામે મુખ્યમંત્રીએ લાલ આંખ કરી હતી અને આગામી દિવસોમાં અરજદારોને ગાંધીનગર સુધી ધક્કા ખાવા ન પડે તે માટેની તાકિદે કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને કરવામાં આવી હતી.

Advertisement

ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ, પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડો. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવો પંકજ જોષી-એમ.કે.દાસ, અધિક મુખ્ય સચિવો, અગ્રસચિવો અને મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ સહિતના સચિવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે રાજ્યના જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય સંયુક્ત પરિષદ યોજાઈ હતી. આ એક દિવસીય પરિષદમાં મહેસુલ, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની લોકોને સીધી સ્પર્શતી યોજનાઓમાં જિલ્લાઓની કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

આ બેઠકમાં (1) નિર્મળ ગુજરાત 2.0 (2) નલ સે જલ (3) પી.એમ.વિશ્વકર્મા યોજના (4) પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના (5) પી.એમ.જે.એ.વાય. અને (6) પી.એમ.પોષણ યોજનાની જિલ્લા સ્તરે થયેલી કામગીરી પર પ્રેઝન્ટેશન સહિત સમૂહ ચિંતન થયા હતા.આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ એવું સૂચન કર્યું હતું કે, આવી કલેકટર-જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ હવે, રાજ્યના દરેક જિલ્લાઓમાં થવી જોઈએ, જેનાં પરિણામે જિલ્લાના સમગ્રતયા વિકાસથી રાજ્ય સરકાર અને અન્ય જિલ્લા અધિકારીઓ ભલિ ભાંતિ પરિચિત પણ થશે. સરકારના પરિપત્રો- સરકારી નિયમોનું અલગ અલગ અર્થઘટન કોઈપણ જિલ્લાઓમાં થવું ન જોઈએ. જો કોઈ કામ નિયમાનુસાર ન થાય તેવું હોય તો તેના સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ. ઝિરો ટોલરન્સ અગેઈન્સ્ટ કરપ્શન-તે રાજ્ય સરકારનો નિર્ધાર છે.

Advertisement

જ્યારે મુખ્યસચિવ રાજકુમારે, સરકારની કોઇપણ યોજનાને વધુ અસરકારક બનાવવા માટે નફીડબેક મેકેનીઝમથ ઉભું કરવું ખૂબ જ જરૂૂરી છે એવા સૂચન સાથે કહ્યું હતું કે, જિલ્લા કક્ષાએ કામ કરતા અધિકારીઓ નાગરીકો સાથે સૌથી નજીકથી કામ કરતા હોવાથી ફીડબેક મેકેનીઝમ વધુ મજબૂત બની શકશે. નાગરિકોના હિતમાં સરકારે અમલમાં મૂકેલી કોઇપણ યોજનાની આંકડાકીય સિધ્ધિ કરતા એ યોજનાનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થાય તે વધુ મહત્વપૂર્ણ છે. જિલ્લાના વહીવટી વડા તરીકે કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની સુખાકારી જ હોવો જોઈએ. નાગરિક હિતલક્ષી કોઇપણ કામ ગુણવત્તાયુક્ત થશે, તો જ નાગરિકોની સુખાકારીમાં વધારો થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement