For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં ગેરકાયદે ખડકી દેવાયેલી 12 દુકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું

01:12 PM Jan 08, 2025 IST | Bhumika
જામનગરમાં ગેરકાયદે ખડકી દેવાયેલી 12 દુકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું

જામનગરમાં જૂની ગેલેક્સી ટોકીઝ નજીકના વિસ્તારમાં એક આસામી દ્વારા મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદે રીતે ખડકી દેવામાં આવેલી 12 જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવી દઈ ડીમલેશન કરવામાં આવ્યું હતું, ત્યારે ભારે પોલીસ બન્દોબસ્ત રાખવામાં આવ્યો હતો.

Advertisement

બાંધકામ કરનાર દ્વારા છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવામાં આવી હતી અને ત્યાં તેની હાર થઈ જતાં આખરે મહાનગર પાલિકાએ આજે 5,પ50 ચોરસ ફૂટ જગ્યા ને ખુલ્લી કરાવી છે.

જામનગર ના ગેલેક્સી સિનેમા નજીક મનસુખભાઈ નિમાવત કે જેની એક ટ્રસ્ટ હસ્તકની આશરે 5,500 ચોરસ ફૂટ જેટલી જગ્યા આવેલી છે, જે જગ્યા ઉપર નગરના એક વ્હોરા બિલ્ડર દ્વારા પરવાનગી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેની મંજૂરી ન હોવા છતાં 2020 ની સાલમાં આ સ્થળે 15 જેટલી દુકાનો ખડકી દેવામાં આવી હતી, અને તે અંગેની ફરિયાદ થયા બાદ મહાનગરપાલિકાએ મંજૂરી વગરની પંદર દુકાનોનું 2020 ની સાલમાં બાંધકામ તોડી પાડ્યું હતું.

Advertisement

ત્યારબાદ દ્વારા આ જ સ્થળે ફરીથી બાંધકામ શરૂૂ કરાયું હતું, અને નવી 12 દુકાનો ખડકી દેવામાં આવી હતી. જે મામલે પણ કાનૂની લડત ચાલી હતી, અને જામનગરની અદાલત, ઉપરાંત હાઇકોર્ટ અને છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલી હતી. અને બિલ્ડરની આખરે તેમાં હાર થઈ હતી.

જેને મહાનગરપાલિકાએ ઉપરોક્ત જગ્યા ખુલ્લી કરવા માટેનો આદેશ કરીને નોટિસ આપી હતી. તેની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં બાંધકામ દૂર કર્યું ન હોવાથી આજે મહાનગર પાલિકા દ્વારા ભારે પોલીસ બંદોબસ્તની સાથે બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર મહાનગર મહા નગરપાલિકાના ડીએમસી શ્રી ઝાલા ખુદ હાજર રહ્યા હતા, ઉપરાંત કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત, દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી યુવરાજસિંહ ઝાલા ટીપીઓ શાખાના ઊર્મિલ દેસાઈ સહિતની મોટી ટીમ સ્થળ પર હાજર રહી હતી.
એક હિટાચી મશીન, ત્રણ જેસીબી મશીન, ટ્રેકટર વગેરે મશીનરીણી મદદ થી 25 જેટલા કર્મચારીઓને સાથે રાખીને બાંધકામ દૂર કરવાનું શરૂૂ કરાયું હતું, અને ગેરકાયદે ઉભી કરેલી 12 દુકાનોનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. આ વેળાએ મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકત્ર થયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement