CM રાજકોટમાં: આપના છાત્ર નેતાઓને મોબાઈલની દુકાનમાં નજર કેદ રખાયા
સવારે 10થી મુખ્યમંત્રી પરત ન જાય ત્યાં સુધી નહીં છોડવાના ઓર્ડર
સીએમ ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવે, તે પહેલા આપ વિધ્યાર્થી વિંગ સીવાયએસએસ ગુજરાત ના પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, શહેર પ્રમુખ પ્રણવ ગઢવી, કલાપી વાળા, અમન અન્સારી, આયેન સાવલિયા, ફરાઝ મોગલ, શુભમ જોશી, આયુષ ઝાલા, જયદીપ વિરાણી, મોહિત ઝિંઝુવાડીયા, શાહનવાઝ મધંરા વિજય સાગઠિયા વગેરે વિરોધ ન કરે તે માટે તેમના ઉપર પોલીસ ઓબ્ઝરવર રાખી નજરકેદ કરવામાં આવ્યા હતાં.
આ અંગે પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આજે રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના હોય જેમાં છાત્રોને પડતી હાલાકી, યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ વિવાદ તેમજ અમરેલીકાંડ બાબતે રજૂઆત ન કરી શકીએ તે માટે સવારથી જ પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતાં.
વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે આજે સવારથી જ ઘરે ઘરે પોલીસ મોકલવામાં આવી હતી.
તેમજ કેટલાકને ફોન કરી અન્ય બહાના બતાવી બોલાવવામાં આવ્યા હતાં. અને પોલીસ સ્ટેશન બદલે સંગઠનના મહામંત્રી કલાપી વાળાની ગુંદાવાડીમાં આવેલી મોબાઈલની દુકાનમાં સવારે 10 વાગ્યાથી મુખ્યમંત્રી ન જાય ત્યા સુધી નજર રાખવામાં આવશે. તેવી જાણકારી આપી વોચ રાખવામાં આવી રહી છે.