સાબરકાંઠાની આગ ઠારવા ખુદ CM મેદાને
- પાટીલની હાજરીમાં સ્થાનિક નેતાઓની બેઠક યોજી, બીજી વખત ઉમેદવાર નહીં બદલવાની સ્પષ્ટ વાત
સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરને બદલી શોભનાબેન બારૈયાને ટિકીટ આપતા ચાલી રહેલ અસંતોષની આગ ઠારવા ખુદ મુખ્યમંત્રી એકશનમાં આવ્યા છે અને તાબડતોબ સાબરકાંઠા જિલ્લાના ભાજપના નેતાઓની તાબડતોબ બેઠક યોજી હવે ઉમેદવાર નહીં બદલાય તેવી સ્પષ્ટ વાત કરી તમાને કામે લાગી જવા સુચના આપી હતી.
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને સાબરકાંઠા બેઠક પર ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં સીએમ પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહ્યાં હતા. સુત્રો તરફથી આ બેઠકને લઇને માહિતી સામે આવી છે કે, સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર નહીં બદલાય. બેઠકમાં તમામને એકજૂથ થઈ ભાજપ માટે કામ કરવા સૂચના અપાઈ છે. પક્ષ અને ઉમેદવાર વિરૂૂદ્ધના કાર્યક્રમ બંધ કરવાની સૂચના અપાઇ છે. પક્ષ અને ઉમેદવાર વિરૂૂદ્ધ નિવેદનો નહીં આપવાની પણ સૂચના અપાઇ છે.
સુત્રો અનુસાર, ઠાકોર, આદિવાસી નેતાઓને સક્રિયતા વધારવા સૂચના અપાઇ છે, વિવાદાસ્પદ નિવેદનોથી દુર રહેવાની અપાઈ સૂચના અપાઇ છે. આ ઉપરાંત વિવાદોથી દુર રહેવા રમણભાઈ વોરાને સૂચના અપાઈ છે. હર્ષ સંઘવીએ કરેલી મુલાકાતની પણ સમીક્ષા કરાઇ છે. રમીલાબેન,કોટવાલને આદિવાસી સમાજમાં સક્રિય થવાની સૂચના અપાઇ છે. આ બેઠકમાં વી.ડી.ઝાલા, રમણ વોરાને કાર્યકર્તા સાથે સારા વ્યવહારની સૂચના અપાઇ છે. પક્ષ વિરોધી પડદા પાછળની રમત બંધ કરવાની સૂચના અપાઇ છે. ખાસ વાત છે કે, અરવલ્લી અને સાબરકાંઠામાં વિરોધ ખાળવા તમામને સ્પષ્ટ અને કડક સૂચના અપાઇ છે. ભીખાજી ઠાકોરના ગ્રુપને વિરોધ બંધ સૂચના અપાઇ છે. નેતાઓ, કાર્યકર્તાઓ વચ્ચે સંકલન વધારવા સૂચના અપાઇ છે. સાંસદ, ધારાસભ્યોને સંગઠન સાથે સંકલન વધારવા સૂચના અપાઇ છે.
આ બેઠકમાં પ્રદેશ જિલ્લા સંગઠનના નેતાઓ, જન પ્રતિનિધિઓ, સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, ખકઅ રમણ વોરા, વી.ડી. ઝાલા, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, કલસ્ટર પ્રભારી બાબુ જેબલિયા, પૂર્વ ખકઅ હિતુ કનોડીયા, અશ્વિન કોટવાલ, સાંસદ દિપસિંહ રાઠોડ, રમીલાબેન બારા, અપક્ષ ધારાસભ્ય ધવલસિંહને પણ બોલાવાયા હતા.