For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

3 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે CM ભુપેન્દ્ર પટેલ

04:22 PM Jan 21, 2025 IST | Bhumika
3 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે cm ભુપેન્દ્ર પટેલ

Advertisement

હિન્દુ ધર્મનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. આ મહાકુંભનું પર્વ 144 વર્ષ બાદ આવ્યુ હોવાથી કરોડની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા પહોંચ્યા છે આ સાથે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓ મહાકુંભમાં એક પછી એક હાજરી આપી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કુંભના મેળામાં જશે અને તેઓ ગંગાના ત્રિવેણી સંગમમાં શાહી સ્નાન કરી શકે છે.

મળતી માહિતી મુજબ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં હવે ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજરી આપવાના છે. તેઓ 3જી ફેબ્રુઆરીએ યુપીના પ્રયાગરાજ પહોંચશે,અહીં તેઓ ગંગા ત્રિવેણી સંગમમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે.મહત્વનું છે કે, દર 12 વર્ષે યોજાતો મહાકુંભ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી પરંતુ તે માનવતાને એકતા, શાંતિ અને ભક્તિનો સંદેશ પણ આપે છે. ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે મહા કુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે આત્મશુદ્ધિ અને મોક્ષનું દ્વાર છે. મહાકુંભ દરમિયાન દરરોજ સ્નાનનું વિશેષ મહત્વ છે. પરંતુ અમૃત સ્નાન (શાહી સ્નાન) કુંભ મેળાનું મુખ્ય આકર્ષણ છે, જેના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement