For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મળતા જ ક્લબની સભ્ય ફીમાં તોતિંગ વધારો

11:56 AM Dec 26, 2023 IST | Sejal barot
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મળતા જ ક્લબની સભ્ય ફીમાં તોતિંગ વધારો

ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારે હોટલ્સ, ક્લબ, રેસ્ટોરન્ટમાં વાઈન એન્ડ ડાઈનની છુટ આપતો નિર્ણય લીધો છે. આ નિર્ણયના પગલે ગિફ્ટ સિટીના ભાવો ઊંચકાઈ ગયા છે. ગિફ્ટ સિટીમાં આવેલી ગિફ્ટ સિટી ક્લબના સત્તાવાળાઓએ ક્લબની મેમ્બરશીપમાં ધરખમ વધારો કરવાનું નક્કી કર્યું છે.
જેમાં કોર્પોરેટ મેમ્બરશીપમાં વધારો કરી દેવાયો છે, જ્યારે ઈન્ડિવિજ્યુઅલ મેમ્બરશીપના ભાવોમાં પણ 1 જાન્યુઆરીથી તોતિંગ વધારો કરવામાં આવનાર છે. કોર્પોરેટ મેમ્બરશીપ રૂ. 16.50 લાખ હતી તે વધારીને રૂ. 20 લાખ કરી દેવાઈ છે. જ્યારે 1 જાન્યુઆરીથી ઈન્ડિવિજ્યુઅલ મેમ્બરશીપ પણ રૂ. 7 લાખથી વધારીને રૂ. 10 લાખ કરી દેવામાં આવનાર છે. ક્લબ દ્વારા મેમ્બરોને મોકલવામાં આવેલા મેસેજમાં નવા ભાવની જાહેરાત કરાઈ હોવાનું જાણવા મળે છે.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ લેવામાં આવેલો એક નિર્ણય ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. જેમાં ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈનની મંજૂરી શરતોને આધીન આપવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં દારૂની છુટથી ત્યાં આવેલી ક્લબમાં ભારે ધસારો રહે તેવી શક્યતા છે. હાલથી જ ગિફ્ટ સિટી ક્લબમાં મેમ્બરશીપ માટેની ઈન્કવાયરી શરૂ થઈ જતાં ક્લબના સત્તાવાળાઓએ મેમ્બરશીપ ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમુક કેટેગરીમાં તો અત્યારથી જ વધારો કરી દેવામાં આવ્યો છે. જ્યારે અમુક કેટેગરીમાં 1 જાન્યુઆરીથી વધારો કરવામાં આવશે. ક્લબ હાલમાં રૂમ, સ્વિમિંગ પૂલ ઉપરાંત સ્પોર્ટસની ફેસેલિટી ઉપલબ્ધ છે.
ગિફ્ટ સિટી ક્લબમાં ત્રણ પ્રકારની મેમ્બરશીપ આપવામાં આવે છે. જેમાં પ્રીમિયમ મેમ્બરશીપ, કોર્પોરેટ મેમ્બરશીપ અને શોર્ટ- ટર્મ નોન રિફંડેબલ મેમ્બરશીપનો સમાવેશ થાય છે. પ્રીમિયમ મેમ્બરશીપ ફોર ઈન્ડિવિજ્યુઅલ માટેની ફી હાલમાં રૂૂ. 7 લાખ જેટલી છે. જોકે, હવે તેમાં વધારો કરીને 1 જાન્યુઆરીથી ફી રૂૂ. 10 લાખ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આમ, પ્રીમિયમ મેમ્બરશીપમાં 43 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે કોર્પોરેટ બિઝનેસ મેમ્બરશીપ રૂૂ. 16.50 લાખ હતી તેમાં 21 ટકાનો વધારો કરીને રૂૂ. 20 લાખ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ગિફ્ટ સિટી ક્લબમાં ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ મેમ્બરશીપ રૂૂ. 8.50 લાખ જેટલી રાખવામાં આવી છે. જ્યારે 1 વર્ષની શોર્ટ ટર્મ મેમ્બરશીપની ફી રૂૂ. 1 લાખ, 5 વર્ષની શોર્ટ ટર્મ મેમ્બરશીપ ફી રૂૂ. 2.50 લાખ રાખવામાં આવી છે. આમ, 1 જાન્યુઆરીથી ક્લબ દ્વારા ભાવ વધારો કરવામાં આવનાર હોવાના પગલે હાલમાં અનેક લોકો મેમ્બરશીપ માટે ઈન્ક્વાયરી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. ઘણા લોકોએ તો ભાવ વધારો થાય તે પહેલા જ મેમ્બરશીપ લેવાનું પણ આયોજન કર્યું છે.

Advertisement

ગિફટ સિટી ક્લબમાં કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે?

ગિફ્ટ સિટી ક્લબમાં અત્યાધુનિક તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. જેમાં કિડ્સ પ્લે એરિયા, ઈન્ફિનિટી પૂલ, આઉટડોર સ્પોર્ટસમાં ફૂટબોલ, લોન ટેનિસ, બાસ્કેટબોલ, ક્રિકેટ, ટેનિસ, પિકલબોલ સહિતની રમતો માટેની સુવિધા છે. આ ઉપરાંત જિમ્નેશિયમ, ટેબલ ટેનિસ, સ્ક્વોશ, બેડમિન્ટન, પૂલ, સ્નુકર, કાર્ડરૂમ, એમ્ફી થિયેટર, પ્રીમિયમ રૂમ્સ, પ્રેસિડેન્શિયલ સ્યુટ, એક્ઝિક્યુટીવ પૂલ વ્યૂ રૂૂમ, ગિફ્ટ સ્યૂટનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement