For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આવા ધંધા બંધ કરો: રાજ્યના 30 જાહેર સાહસોની 2500 કરોડની ખોટ

04:33 PM Aug 24, 2024 IST | Bhumika
આવા ધંધા બંધ કરો  રાજ્યના 30 જાહેર સાહસોની 2500 કરોડની ખોટ
Advertisement

જાહેર ક્ષેત્રના 9927.30 કરોડના નફામાં 94.38 ટકા ફાળો માત્ર 10 હજાર ઉપક્રમોનો

વિધાનસભામાં સરકારે નુકસાની કર્યાનો રિપોર્ટ કેગ દ્વારા રજૂ કરાયો

Advertisement

ગુજરાત સરકારના વિવિધ બોર્ડ-નિગમ અને સરકારી કંપનીઓની નાણાકીય પરિસ્થિતિ પર ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલએ આકરી ટીકાઓ કરી છે. તેમણે સરકારને કહ્યું છે કે પઆ સાહસો અને કંપનીઓના પુનરુત્થાન કે તેને સમેટી લેવા માટેનો યોગ્ય નિર્ણય કરવો જોઈએ. ખોટ કરતાં 30 જાહેર સાહસોએ સરકારને આર્થિક મદદ કરવા કંઈ ઉખાડ્યું નથી. કેગના રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યના જાહેર ક્ષેત્રના 63 ઉપક્રમો દ્વારા કમાવવામાં આવેલા 9927.30 કરોડ રૂૂપિયાના નફામાંથી 94.38 ટકા ફાળો માત્ર 10 જાહેર ઉપક્રમોનો જ હતો, જ્યારે રાજ્યના જાહેર ક્ષેત્રના 30 ઉપક્રમો દ્વારા કરવામાં આવેલી 2456.98 કરોડ રૂૂપિયાની ખોટ પૈકી 2276.72 કરોડ રૂૂપિયાનું નુકશાન રાજ્યના જાહેર ક્ષેત્રના છ ઉપક્રમોએ નોંધાવ્યું છે.

વિધાનસભામાં રજૂ થયેલા કેગના 2023ના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે નાણાકીય વર્ષના ઓડિટ હેઠળ જાહેર ક્ષેત્રના 101 એકમો અમારી સમક્ષ હતા, જેમાં ચાર વૈધાનિક નિગમો, 65 સરકારી કંપનીઓ અને 32 સરકાર નિયંત્રિત કંપનીઓનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે નાણાકીય પત્રકોની રજૂઆતની બાબતમાં નિયમ સમયસીમાનું 69 એકમોએ પાલન કર્યું નથી અને તેના 188 હિસાબો પડતર રહ્યાં છે. રાજ્ય સરકારે નુકશાન કરતા જાહેર ઉપક્રમોની કામગીરીની સમીક્ષા કરવી જોઇએ.કેગ તરફથી નોંધાયું છે કે સરકારે વ્યક્તિગત રૂૂપે રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમો માટે નાણાકીય સમયપત્રકો સમયસર રજૂ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવો જોઇએ અને પાછલી બાકીના નિકાલ પર દેખરેખ રાખવા વહીવટી વિભાગોને જરૂૂરી સૂચનાઓ આપવી પડશે. એટલું જ નહીં, સરકારે નિષ્ક્રિય કંપનીઓની સમીક્ષા કરી તેમના પુનરુત્થાન કે સમેટી લેવા યોગ્ય નિર્ણય કરવો જોઇએ.

સરકારે નુકશાન કરતી કંપનીઓમાં મૂડીરોકાણ કર્યું છે જે પૈકી સરદાર સરોવર નર્મદા નિગમમાં સંચિત નુકશાન 7,898 કરોડ રૂૂપિયાની સામે 31મી માર્ચ 2023ની સ્થિતિએ કુલ મૂડીરોકાણ 70 હજાર કરોડ રૂૂપિયા છે. એવી જ રીતે જીએસપીસી એનએનજી લીમીડેટમાં સંચિત 599 કરોડનું નુકશાન છે અને મૂડી રોકાણ 537 કરોડ દર્શાવવામાં આવ્યું છે. આમ તો રાજ્ય સરકારે જાહેર ક્ષેત્રના 101 ઉપક્રમોમાં 2023ના નાણાકીય વર્ષના અંતે કુલ 1.86 લાખ કરોડના મૂડીરોકાણ સામે શેરમૂડી અને લાંબી મુદ્દતની લોનમાં 1.25 કરોડનું રોકાણ કર્યું છે, જે પૈકી 42 ઉપક્રમોની લાંબી મુદ્દતની બાકી લોનની સંખ્યા 24, 115 કરોડ રૂૂપિયા હતી.ગુજરાત સરકારના વિભાગોમાં નાણાકીય ગોલમાલ અને અનેક ભોપાળાં બહાર આવ્યાં છે, જે પૈકી નિષ્ક્રિય લોન ખાતાઓની સંખ્યા પણ આશ્ચર્યજનક છે, જેમાં સરકારના 833.30 કરોડ ફસાયેલા પડ્યાં છે.અલગ અલગ સંસ્થાઓ અને સત્તાધિકારીઓને અગાઉના વર્ષોમાં આપવામાં આવેલી લોનની બાકી સિલકો નિષ્ક્રિય રહી હતી જેમાં છેલ્લા 14 વર્ષોમાં તો મુદ્દલ પરત કરવામાં આવી નથી અને વ્યાજની પણ કોઇ ચૂકવણી થઇ નથી. કેગ તરફથી સરકારને ભલામણ કરવામાં આવી છે કે આવી બાકી લોનની યોગ્ય સ્તરે સમીક્ષા કરી સુધારાલક્ષી પગલાં લેવા જોઇએ.

જાહેર સાહસોની વિગતો
રાજ્યમાં જાહેર ક્ષેત્રના 15 નિષ્ક્રિય ઉપક્રમો પૈકી પાંચ ફડચામાં છે.
નાણાકીય વર્ષ 2022-23માં બિસાગ સેટેલાઇટ કોમ્યુનિકેશન ફડચામાં ગયું છે.
નિષ્ક્રિય ઉપક્રમોમાં 498. 57 કરોડ રૂૂપિયાનું મૂડીરોકાણ છે.
69 ઉપક્રમોએ બાકી નાણાકીય પત્રકો આપ્યાં નથી.
જાહેર ક્ષેત્રના 58 ઉપક્રમોનું કુલ ટર્નઓવર 1.94 લાખ કરોડ રૂૂપિયા છે.
ટર્નઓવરમાં ઉર્જા ક્ષેત્રના જાહેર ઉપક્રમોએ સૌથી વધુ 75.91 ટકા ફાળો આપ્યો છે.
32 એકમોમાં સરકારે લાંબી મુદ્દતની 16500.47 કરોડની લોન આપી છે.
જાહેર ક્ષેત્રના 64 ઉપક્રમોની કુલ અસ્ક્યામતો 3.97 લાખ કરોડ રૂૂપિયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement