600થી વધુ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ, 3નાં મોત
અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં થયેલા કાંડનો ભાંડો ફોડતાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર
ક્લિનિક રિસર્ચ સમિતિ જ બની નથી તો MOU કેવી રીતે થઇ ગયા? સિંગલ એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાનો પત્ર પણ લખાઇ ગયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 3 લોકોના મોત થયા હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસ કાઉન્સિલર રાજશ્રી કેસરીએ લગાવ્યો છે. આ ટેસ્ટ 500 થી વધુ દર્દીઓ પર કરવામાં આવ્યો હતો. ચાંદખેડા વોર્ડના કોંગ્રેસ કાઉન્સિલર રાજશ્રીબેન કેસરીએ એક માધ્યમ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું છે કે ક્લિનિકલ રિસર્ચ માટે કોઈ એથિકલ કમિટી બનાવવામાં આવી નથી, પરંતુ મારી પાસે હોસ્પિટલ દ્વારા ક્લિનિકલ રિસર્ચ માટે કરાયેલા એમઓયુની નકલ છે. જેમાં વીએસ હોસ્પિટલના ડીન ડો. પારુલ શાહના હસ્તાક્ષર પણ છે. એનએચએલ કોલેજના ડીન દ્વારા ડો. દેવાંગ રાણાને ક્લિનિકલ રિસર્ચ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેનો ઓર્ડર પણ છે.
રાજશ્રીબેન કેસરીએ આક્ષેપ કર્યો છે કે વીએસ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટથી લઈને તમામ અધિકારીઓ આ કેસોથી વાકેફ હતા. 500 થી વધુ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા છે અને મારી માહિતી મુજબ, ત્રણ મૃત્યુ થયા છે, જેની અમે હાલમાં તપાસ કરી રહ્યા છીએ. ક્લિનિકલ રિસર્ચ વિભાગના વડા ડો. દેવાંગ રાણાએ પણ જાન્યુઆરીમાં એક પત્ર લખ્યો હતો. ડો. દેવાંગ વીએસ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. પારુલ શાહ અને ડો. ચેરી શાહને માનસિક ત્રાસ આપી રહ્યા છે. ડો. દેવાંગ રાણાના કૌભાંડને છુપાવવા માટે કરવામાં આવી છે. તેઓ ખોટા વ્યક્તિને આશ્રય આપી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે ખોટી હતી.
રાજશ્રીબેન કેસરીએ આક્ષેપ કર્યો છે કે જો વી.એસ.હોસ્પિટલની કોઈ એથિકલ કમિટી હતી જ નહીં તો પછી અમારી પાસે જે એમઓયુ છે જેમાં જ4 રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરવામાં આવેલા છે. જેમાં વી.એસ. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.પારુલ શાહની સહી છે. ડો. દેવાંગ રાણાએ વી.એસ. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. પારુલ શાહને ઓક્ટોબર 2024માં પત્ર લખી અને એક જ સિંગલ એકાઉન્ટમાં ક્લિનિકલ રિસર્ચ માટેના પૈસા જમા થાય તેના માટેની વિનંતી કરતો પત્ર લખ્યો છે. ટ્રાયલના પૈસા આ બેન્ક એકાઉન્ટમાં આવે તેવું લખવામાં આવ્યું છે અને તેમાં પારુલ શાહની સહી પણ છે એટલે તેઓને આ બાબતની જાણ છે.
ક્લિનિકલ રિસર્ચ માટે એમઓયુ કરવામાં આવેલા છે. જેમાં ડો. પારુલ શાહની સહી છે. જેથી ડો. પારૂૂલ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને જાણ હતી. મોટાં પ્રમાણમાં કૌભાંડ છે અને હજી પણ ઘણું આવે તેમ છે. અત્યારે હાલમાં માત્ર 9 ડોક્ટરો સામે જ કાર્યવાહી કરવામાં આવી છે હજી પણ આ સમગ્ર કૌભાંડમાં અનેક લોકો સામેલ છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે.
જે પુરાવા આવ્યા છે તેમાં વર્ષ 2021માં એનએચએલ મેડિકલ કોલેજના ડીન ડો. પ્રતિક પટેલ દ્વારા કોલેજમાં ફાર્માકોલોજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. દેવાંગ રાણાને હાલની કામગીરી ઉપરાંત અન્ય ઓર્ડર ન થાય ત્યાં સુધી વી.એસ. હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ એક્સપર્ટ તરીકે ક્લિનિકલ ટ્રાયલ એન્ડ રિસર્ચમાં કામગીરી કરવાની રહેશે. મેડિકલ કોલેજના ડીન દ્વારા 2021માં તેમને નિમણુક આપવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ 2024માં ડિસેમ્બર મહિનામાં એનએચએલ મેડિકલ કોલેજના ડીન ડો. ચેરી શાહ દ્વારા તેમને આ કામગીરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.