રાજકોટ ડેપોને ફાળવવામાં આવેલી નવી નકોર બસમાં સ્વચ્છતાનાં લીરા ઉડ્યા
તાજેતરમાં રાજ્યભરમાં કરોડોના ખર્ચે દરેક ડિવિઝનને અપાયેલી બસોમાં નવનિયુક્ત બસો રાજકોટ ડેપોને પણ ફાળવતા તાજેતરમાં નવી બસોના લોકાર્પણ નો કાર્યક્રમ રાજકોટ એસ.ટી બસપોર્ટ ખાતે યોજવામાં આવેલ હતો. બસોની સફાઈ માટે આધુનિક મશીનો દરેક ડેપોમાં કરોડોના ખર્ચે આપવામાં આવ્યા છે જો કે બસ બહારથી સારી દેખાય પરંતુ અંદર ઉકરડા અને કચરાના ગંજ ખડકાયા હોય છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનનું રાજકોટ ડેપો ની એસ.ટી બસમાં સૂરસૂરિયું થઈ ગયું છે. તાજેતરના પાણીના પરબ પાસે સ્વચ્છતા અભિયાનનો ઉલાળીયો કરવામાં આવ્યો હતો. હવે બસની અંદર પણ વડાપ્રધાનના સ્વચ્છ ભારતનું સપનું રોળાયું હોય કેવું લાગી રહ્યું છે. રાજકોટ-જૂનાગઢ-રાજકોટ બસમાં રહેલા કચરાના ગંજ તાત્કાલિક દૂર કરવા અને બસને તાત્કાલિક સ્વચ્છ કર્યા બાદ રૂૂટ પર મોકલવા માટે પ્રતિનિધી ની ફરિયાદના પગલે ગજેન્દ્રસિંહ ઝાલાએ રાજકોટ ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ અને એ.ટી.આઈ આર.ડી મકવાણાને ટેલીફોનિક જાણ કરેલ હતી અને આ બસમાં રહેલ બે સુમાર ગંદકી, કંડકટરના ટિકિટ મશીન બંધની, ટિકિટ અને બસના નંબરની અલગ અલગ નંબરો અંગે લેખિત ફરિયાદ રાજકોટ વિભાગીય નિયામક અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એમ.ડી ને કરવામાં આવશે અને નવી નકોર બસની પથારી ફેરવનારાની જવાબદારી ફિક્સ કરવા અને યુપીઆઈ પેમેન્ટ માટે મશીન બંધ હોય, નંબરની વિસંગતતા અંગે કૌભાંડ ની આશંકા અંગેનો જવાબ માગવામાં આવશે એટલું જ નહીં જવાબદાર સામે દંડનીય કાર્યવાહી કરવા ફોટોગ્રાફ, વિડીયોગ્રાફી સાથે લેખિત ફરિયાદ કરવામાં આવશે.